ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના વઢવાણ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો - ભાજપનો ભગવો લહેરાયો

સુરેન્દ્રનગરની વઢવાણ નગરપાલિકામાં વોર્ડનં 8ના સભ્યની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ એમ 2 ઉમેદવાર હતા, આ જંગનું મતદાન તા.27 જાન્યુઆરીએ રોજ યોજાયું હતું. જેમાં 49.05 ટકા મતદાન થયુ હતુ. વઢવાણ વોર્ડનં 8માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ભાવેશભાઇ લકુમે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. બાદમાં તેમના ત્રણ સંતાનોને લઇને ઉઠેલા પ્રશ્ન બાદ તેમણે રાજીનામું આપતા વોર્ડમાં પેટા ચૂંટણી જાહેર થઇ હતી.

સુરેન્દ્રનગરના વઢવાણ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
સુરેન્દ્રનગરના વઢવાણ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

By

Published : Jan 29, 2020, 6:45 PM IST

સુરેન્દ્રનગરના વઢવાણ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી આર.બી.અંગાળીની અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી મતગણતરી શરુ કરવામાં આવી હતી. પેટાચૂંટણીમાં 8485 માંથી 4162 લોકોએ મતદાન કયું હતુ, એટલે કે 49.05 ટકા મતદાન થયુ હતુ, જેની ગણતરી નવ રાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર જગદીશ ભાઈ પરમારને 3124 મત,ક્રોગસના ઉમેદવાર મહાદેવભાઈ પરમાર 844 મત. તેમજ નોટામાં 194 મત મળ્યા હતા. જેથી 2280 મતથી ભાજપના ઉમેદવાર જગદીશભાઈ પરમારને વિજેતા જાહેર કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગરના વઢવાણ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ABOUT THE AUTHOR

...view details