- લીંબડી વેપારી દ્રારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું
- લીંબડીના રોડ રસ્તાઓ બન્યા સૂમસામ
- મેડિકલ, જીવન જરૂરી ચીજ વસ્તુની દુકાનો ખુલ્લી રહેશે
સુરેન્દ્રનગર: લીંબડી શહેરને સ્વૈચ્છિક લોકડાઉનને ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણની ચેન તોડવા માટે લીંબડી શહેર વેપારી એસોસિયેશન દ્વારા સૂચિત લોકડાઉનનો અમલ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. તે વિનંતીને ધ્યાનમાં રાખીને લીંબડી શહેરના વેપારી દ્વારા પોતાના ધંધા વેપાર બંધ રાખવામાં ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા, સાયલા, ચોટીલા APMC સહિત સ્વૈચ્છિક લોકડાઉન કરવામા આવ્યુ છે. જેનો લોકો દ્રારા સારો પ્રતિસાદ મળ્યો છે.
આ પણ વાંચો :બોટાદ જિલ્લાના રાણપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવ્યું