ગુજરાત

gujarat

ETV Bharat / state

સિક્યુરીટી ગાર્ડે યુવકને માર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ - security guard

સુરેન્દ્રનગર: જિલ્લામાં મારામારી અને અથડામણના બનાવો વધી રહ્યા છે. પાટડી ખાતે આવેલા વર્ણીન્દ્રધામના સિક્યુરિટીગાર્ડ દ્વારા એક સગીર યુવકને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જે અંગે ભોગ બનનાર સગીરે પાટડી પોલીસ મથકે મંદિરના બે સિક્યુરિટી ગાર્ડ અને સ્વામી સહીત ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.

સિક્યુરીટી ગાર્ડે યુવકને મારમારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

By

Published : Jun 26, 2019, 11:53 AM IST

પાટડી ખાતે આવેલા વર્ણીન્દ્રધામ ધાર્મિક સહીત હરવા ફરવા માટે બનાવેલું સ્થળ છે. વિરમગામ તાલુકાના ભોજવા ગામે રહેતો સગીર યુવક કુલદીપ રાજુભાઈ દેલવાડીયા પોતાના મિત્રો સાથે વર્ણીન્દ્ર ધામ ખાતે દર્શનાર્થે આવ્યો હતો. જે દરમિયાન વર્ણીન્દ્ર ધામમાં આવેલ સ્વિમિંગ પુલમાં નહાતી વખતે કોઈ યુવતીને પાણીના છાંટા ઉડતા બોલાચાલી થઇ હતી અને તેની જાણ યુવતીએ મંદિરના સિક્યુરિટી ગાર્ડને કરતા સગીરને મંદિરના કોઈ રૂમમાં લઇ જઈ લોખંડના પાઇપ વડે હાથે તેમજ શરીરના પાછળના ભાગે બેરહેમી પૂર્વક મારમારી ઈજાઓ પહોંચાડી હતી.

સિક્યુરીટી ગાર્ડે યુવકને મારમારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

આ સમગ્ર મારમારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર જિલ્લામાં અનેક ચર્ચાઓ વહેતી થઇ હતી. જયારે ભોગ બનનાર સગીરે વર્ણીન્દ્રધામના બે સિક્યુરિટીગાર્ડ અને મંદિરના સ્વામીજી સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ખાસ નોંધ: આપને જણાવી દઈએ કે, ઈટીવી ભારત આ વીડિયોની પુષ્ટિ કરતું નથી...

ABOUT THE AUTHOR

...view details