ગુજરાત

gujarat

ETV Bharat / state

ધ્રાંગધ્રા: રબારી સમાજના લગ્રમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનો સંકલ્પ લેવાયો - surendranagar latest news

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર મુકામે વિહત પરિવાર દ્વારા રબારી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ કાર્યક્રમમાં દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ, ભાજપના આગેવાન આઈ.કે. જાડેજા, પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયા તેમજ સમાજના અન્ય સાધુ સંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રબારી સમાજના સમૂહ લગ્નમાં લેવાયા સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ

By

Published : Nov 22, 2019, 5:00 PM IST

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર મુકામે વિહત પરિવાર દ્વારા રબારી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. .

વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુએ સંબોધનમાં સમાજ એક બને, શિક્ષણનો વ્યાપ વધે, યુવાનો વ્યસનનો ત્યાગ કરે તેમજ દીકરીને સન્માન આપવાની વાત કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ કહ્યું કે, દેશની અંદર રામ રાજ્યની સ્થાપના ટૂંક સમયમાં થશે અને તે માટે દેશના વડાપ્રધાન દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

રબારી સમાજના સમૂહ લગ્નમાં લેવાયા સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ

પર્યાવરણની જાળવણીનો વડાપ્રધાનનો સંદેશો લોકો સુધી પહોંચે અને સમાજમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો તેમજ મહાનુભાવોને પર્યાવરણની જાળવણી તેમજ સ્વચ્છતાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details