ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલિતાણામાં તોડફોડથી રોષે ભરાયેલા જૈન સમાજે કામધંધા બંધ રાખી સુરેન્દ્રનગરમાં રેલી કાઢી - Jain Samaj submitted application form Collector

પાલીતાણામાં અસામાજીક તત્વોની તોડફોડને લઈને રાજ્યમાં જૈન સમાજ રોષે ભરાયો છે. જેને લઈને સુરેન્દ્રનગરમાં જૈન સમાજ લોકોએ કામધંધા બંધ રાખીને ઉગ્ર વિરોધ (Surendranagar Jain community Rally) કરતા વિશાળ રેલી યોજી હતી. અસામાજીક તત્વોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું. (Vandalism Adinath Prabhu steps in Palitana)

પાલિતાણામાં તોડફોડથી રોષે ભરાયેલા જૈન સમાજે કામધંધા બંધ રાખી સુરેન્દ્રનગરમાં રેલી કાઢી
પાલિતાણામાં તોડફોડથી રોષે ભરાયેલા જૈન સમાજે કામધંધા બંધ રાખી સુરેન્દ્રનગરમાં રેલી કાઢી

By

Published : Dec 20, 2022, 5:50 PM IST

પાલીતાણા મામલે જૈન સમાજ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જૈન સમાજ દ્વારા પાલીતાણા ખાતે આવેલા આદિનાથ પ્રભુના પગલાની અસામાજીક તત્વો દ્વારા તોડફોડ મામલે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે પણ સમગ્ર જૈન સમાજ દ્વારા (Surendranagar Jain community Rally) શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. (Vandalism Adinath Prabhu steps in Palitana)

આ પણ વાંચોઅમિત જૈન આત્મહત્યા કેસમા, ઉત્તરાખંડના IPSની સંડોવણીની આશંકા

શું હતો સમગ્ર મામલો તાજેતરમાં પાલિતાણામાં રોહીશાળા ખાતે આદિનાથ પ્રભુના પગલાની તોડફોડ સામેઆવી હતી, ત્યારબાદ શેત્રુંજય પર્વત પર CCTV કેમેરા અને બોર્ડની અસામાજીક તેમજ માથાભારે તત્વો દ્વારા તોડફોડ કરી નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. જેનો સમગ્ર રાજ્યમાં જૈન સમાજ સહિત અન્ય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૈન સમાજની લાગણી દુભાઈ છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે પણ સમસ્ત જૈન સમાજ દ્વારા શહેરના જીનતાન રોડ પર આવેલ દેવ દર્શન ફ્લેટ ખાતેથી શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી હતી. (Jain society protest)

આ પણ વાંચોપ્રઘાન સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં ભોગવે છે રાજાશાહી, જૂઓ વીડિયો

સુરેન્દ્રનગરમાંજૈન સમાજ દ્વારા રેલી યોજીને જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ તોડફોડ કરનાર અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યારે આ તકે સુરેન્દ્રનગર શહેરના વેપારીઓ અને દુકાનદારોએ બપોર સુધી ધંધો અને રોજગાર બંધ રાખ્યો હતો અને સ્વયંભૂ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. (Jain Samaj application Collector in Surendranagar)

ABOUT THE AUTHOR

...view details