સુરેન્દ્રનગરમાં ટ્રાફિકના નવા નિયમનો અનોખી રીતે વિરોધ, જુઓ વીડિયો - road safety rules and regulations
ધ્રાંગધ્રા: સરકારે નવા જાહેર કરેલા ટ્રાફિકના નિયમોમાં થોડી છૂટછાટ આપવા લોકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં અમલ થતા નવા ટ્રાફિકના નિયમોથી પ્રજા પરેશાન છે. તેથી યુવાનો દ્વારા નવી પહેલ કરતા એક યુવાન ઘોડેસવારી કરીને બજારમાં ખરીદી કરવા આવ્યો હતો. આ નવા નિયમોનો ધણી જગ્યાઓ પર પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધ્રાંગધ્રામાં રહેતા ક્રિષ્નસિંહ ઝાલા પોતે ધોરણ 11માં અભ્યાસ કરે છે. તેમની પાસે લાયસન્સ નથી અને નીયમનો ભંગ કરે તો દંડ પોસાય તેમ ન હોવાથી પોતે પોતાના ઘરેથી પોતાની ઘોડી લઈને બજારમાં આવ્યો હતો. જ્યારે સરકાર દ્વારા જે નિયમ લાગુ કરવામાં આવ્યા છે.
નવા ટ્રાફિક નિયમોનું સોમવારથી રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે. વાહનચાલકોને આ નવા કાયદા પ્રમાણે મસમોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા ક્રિષ્નસિંહ ઝાલા પોતે ધોરણ 11માં અભ્યાસ કરે છે. તેમની પાસે લાયસન્સ નથી અને નિયમનો ભંગ કરી તો દંડ પોસાય તેમ ન હોવાથી પોતાના ઘરથી પોતાની ઘોડી લઈને બજારમાં આવ્યો હતો. જ્યાં તેમને શાકભાજી ખરીદી કરી હતી અને ધીમે-ધીમે તે ઘોડે સવારીની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેથી ઘર ના કામકાજ માટે તેમજ પોતે અભ્યાસ કરે છે તે માટે ટ્યુશનમાં પણ આવી રીતે જઈ શકે. જ્યારે સરકાર દ્વારા જે નિયમ લાગુ કરવામાં આવ્યા છે. તે બરાબર છે પણ થોડીક રાહત આપે તો વધુ સારૂ તેવું પણ તેમણે જણાવ્યું હતું.