ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગર રાસ મંડળીના બે વ્યક્તિનું અજમેર પાસેના અકસ્માતમાં મોત - અજમેર અકસ્માત ન્યુઝ

સુરેન્દ્રનગરઃ માલધારી રાસ મંડળી સાથે રાજકોટ અને અમદાવાદ ગ્રુપના 50થી વધુ લોકો બિહારમાં ભાઈબીજના કાલી મહોત્સવમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતાં, ત્યારે વહેલી સવારે ધુમ્મસને કારણે અજમેર નજીક બંધ વાહન પાછળ બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અજમેર પાસે અકસ્માતમાં સુરેન્દ્રનગર રાસ મંડળીના બે ના મોત

By

Published : Oct 27, 2019, 7:09 PM IST

અજમેર નજીક બંધ વાહન પાછળ બસનો અકસ્માત થયા બાદ બસ નીચે ઊંડી ખીણમાં પડી હતી. જેમાં બે વ્યક્તિઓના મોત અને 15થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.

અજમેર પાસે અકસ્માતમાં સુરેન્દ્રનગર રાસ મંડળીના બે ના મોત

સુરેન્દ્રનગર જોરવરનગર ભરવાડ માલધારી રાસ મંડળી ગુજરાતની પ્રથમ નંબરની વિજેતા રસમંડળી હતી. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં અને 15થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં જોરવરનગર રાસ મંડળીના રાજેશભાઈ ઢોલી અને વિજયભાઈના મોત નિપજતા જોરવરનગર માલધારી સમાજમાં શોક વ્યાપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details