સુરેન્દ્રનગરઃ જિલ્લામાં લાંબા સમય બાદ ગુરૂવારના રોજ બપોર પછી વાતાવરણમાં પલટો આવતા વઢવાણ, લખતર, ચોટીલા, ધાંગધ્રા સહિતનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા સાથે દોઢ થી 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સુરેન્દ્રનગરમાં ઝાપટા સાથે 2 ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર - Rainfall in Surendranagar rural area
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુવારના રોજ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા સાથે દોઢથી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.
![સુરેન્દ્રનગરમાં ઝાપટા સાથે 2 ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાપટા સાથે દોડતી બે ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:41:17:1596125477-gj-snr-varsad-10019-30072020205524-3007f-1596122724-333.jpg)
સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાપટા સાથે દોડતી બે ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર
જ્યારે વરસાદને લઈને કપાસ, મગફળી, તેલીબીયા જેવા ખેડૂતોએ વાવેલા મોલાતને જીવતદાન મળ્યું છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી.