સુરેન્દ્રનગર ગુજરાત બંધ એલાનને (Gujarat Bandh Alan )પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બંધને સમર્થન આપી બંધ રાખવા વેપારીઓ અને દુકાનદારોને અપીલ કરવમાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાંકોંગ્રેસના બંધના(Gujarat Congress )એલાનને નહિવત પ્રતિસાદ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની બજારો રાબેતા મુજબ સંપૂર્ણ રીતે ખુલ્લી જોવા મળી મોંઘવારી, બેરોજગારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા (inflation and unemployment )સહિતના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા સાંકેતિકબંધનું એલાન આપવામાં આવ્યું છે.
ગુજરાત બંધના એલાનને પગલે સુરેન્દ્રનગરમાં કૉંગ્રેસ કાર્યકરોની અટકાયત
ગુજરાત બંધને લઈને કૉંગ્રેસનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. કૉંગ્રેસે આજે મોંઘવારી, રોજગારી અને ડ્રગ્સને લઈને ગુજરાત બંધનું એલાન કર્યું છે. એલાનને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બંધને સમર્થન આપી બંધ રાખવા વેપારીઓ અને દુકાનદારોને અપીલ કરવમાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના બંધના એલાનને નહિવત પ્રતિસાદ જોવા મળ્યો છે. Gujarat Congress ,inflation and unemployment, Gujarat Bandh Alan
બજારો સંપૂર્ણ રીતે ખુલ્લી જોવા મળીજિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ બંધને નહિવત પ્રતિસાદ જોવા(Surendranagar in response to Gujarat Bandh Alan)મળ્યો હતો. સુરેન્દ્રનગર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે કોંગ્રેસના હોદેદાર સહિત યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની વિરોધ કરે તે પહેલાં જ અટકાયત કરતા રોષ જોવા મળ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયા રાઠોડ, મનુ પટેલ, સાહીર સોલંકી, શોભનાબહેન ગોવિંદિયા કોંગ્રેસ પ્રમુખ ગિરિરાજ સિંહ ઝાલા, યુથ કોંગ્રેસ પ્રમુખ જયદીપ સિંહ પરમાર સહિત અંદાજે 20 થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યોપરંતુ કેટલાક દુકાનદારોએ કોંગી આગેવાનોની વાત પર અડધી દુકાન થોડા સમય બંધ કરી હતી. જ્યારે કેટલાકે કોંગ્રેસીઓને ગણકાર્યા પણ ન હતા. તો કેટલાક વેપારીઓના વેપાર ધંધા ચાલુ જોવા મળ્યા હતા. શહેરમાં આ બંધના એલાનના પગલે કોઈ પણ પ્રકારના વાહનવ્યવહાર કે અન્ય અસર જોવા મળી નથી. જેથી કહી શકાય કે હાલમાં કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવેલ ગુજરાત સાંકેતિક બંધના એલાનમાં શહેર ખાતે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.