ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરનો આજે 74મો જન્મ દિવસ

બ્રિટિશરોનો કેમ્પ અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં કાપ તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર શહેરનો આજે 74મો જન્મ દિવસ છે. સુરેન્દ્રનગરને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે.

happy birth surendranagar
સુરેન્દ્રનગર

By

Published : Aug 1, 2020, 8:39 PM IST

સુરેન્દ્રનગરઃ આજે સુરેન્દ્રનગરનો 74મો જન્મદિવસ છે. આમ તો સુરેન્દ્રનગરનો ઇતિહાસ ઘણો લાંબોને રસપ્રદ રહ્યો છે. સુરેન્દ્રનગરે બ્રિટિશ અધિકારીઓનો દબદબો પણ જોયો છે અને આઝાદીની ચળવળ પણ અને કંઈક દાયકા જોયા બાદ આજે સુરેન્દ્રનગર 74 વર્ષનું થયું છે. 1864માં કર્નલ હોવેઇના સૂંચનથી આ જગ્યાની પસંદગી વઢવાણ સિવિલ સ્ટેશન સ્થાપવા માટે થઈ હતી. ત્યાર બાદ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ કિટીઝે કાયમી ભાડા પટ્ટે આ જમીન લીધી હતી.

નગરપાલિકાના પટાંગણમાં સુરેન્દ્રસિંહજીની પ્રતિમાને પુષ્પાઅંજલી કરવામાં આવી
  • 1864માં કર્નલ હોવેઇએ વઢવાણ સિવિલ સ્ટેશન સ્થાપવા સૂચન કર્યું
  • કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ કિટીઝે કાયમી ભાડા પટ્ટે જમીન લીધી
  • વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સીની હુકુમત હેઠળ ઝાલાવાડ પ્રાંત એજન્સીના કાર્યમથક તરીકે વઢવાણ કેમ્પની સ્થાપના કરવામાં આવી
  • કાર્યમથક સ્થપાતા આજુબાજુના ગામડાના લોકો ધંધા રોજગાર માટે કેમ્પમાં આવવા લાગ્યા
  • જે બાદ ધીરે ધીરે એક શહેરે આકાર લીધો
  • એક સમયનું નાનુ એવુ શહેર સુરેન્દ્રનગર આજે વિશાળ થઈ ગયું

જે બાદ વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સીની હુકુમત હેઠળ ઝાલાવાડ પ્રાંત એજન્સીના કાર્યમથક તરીકે વઢવાણ કેમ્પની સ્થાપના કરવામાં આવી જેને લોકભાષા આપણે કાપ તરીકે ઓળખીએ છીએ. આ કાર્યમથક સ્થપાતા આજુબાજુના ગામડાના લોકો ધંધા રોજગાર માટે અહીંયા આવવા લાગ્યા અને સ્થાયી થવા લાગ્યા હતા. આ રીતે અહીંયા ધીરે ધીરે એક શહેર આકાર લીધો હતો.

અજરાઅમર ટાવર અને સરદારસિંહ રાણા પુલ (મોરબીનો પુલ) બ્રિટિશરોના સમયથી સુરેન્દ્રનગરને મળ્યા

સુરેન્દ્રનગરની ઓળખ સમાન અજરાઅમર ટાવર અને સરદારસિંહ રાણા પુલ (મોરબીનો પુલ) બ્રિટિશરોના સમયથી સુરેન્દ્રનગરને મળ્યા છે. આ સિવાય એન.ટી.એમ અને એન.ડી.આર સ્કૂલ, જિલ્લા લાઈબ્રેરી પણ અંગ્રેજોના સમયની યાદ અપાવે છે. એક સમયનું નાનુ એવુ શહેર સુરેન્દ્રનગર આજે વિશાળ થઈ ગયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાનો આજે 74મો જન્મ દિવસ

ગ્રામ પંચાયત બન્યા વગર નગરપાલિકા બનેલું શહેર એટલે સુરેન્દ્રનગર. ત્યારે આજે નગરપાલિકાના પટાંગણમાં સુરેન્દ્રસિંહજીની પ્રતિમાને પુષ્પાઅંજલી કરવામાં આવી હતી. આ વેળાએ વઢવાણ સ્ટેટ ઠાકોર સાહેબ ચૈતન્યદાસજી, યુવરાજ સિદ્ધરાજસિંહ, વડવાળા મંદિરના કોઠારી સ્વામી મુકુંદબાપુ, ક્ષત્રિય સમાજના પ્રમુખ ભરતસિંહ ઝાલા તેમજ શહેરના અન્ય જ્ઞાતિના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details