ગુજરાત

gujarat

ETV Bharat / state

Theft at Dig Bhuvan Palace: લીંબડીના રાજવી પરિવારના પેલેસમાંથી ચાંદીની એન્ટિક વસ્તુઓની ચોરી - દિગ ભુવન પેલેસ

સુરેન્દ્રનગરના લીંબડીના રાજમહેલમાં તસ્કરો( Theft at Dig Bhuvan Palace)ત્રાટક્યા હતાં. રાજવી પરિવારના દિગ ભુવન પેલેસમાંથી ચાંદીની વસ્તુઓ ચોરો ચોરી ગયા હતાં. આ ચોરીમાં એન્ટિક ચાંદીની અમુલ્ય વસ્તુઓ સહિત કુલ અંદાજે 56 કિલો ચાંદીની ચોરી થયાની ફરિયાદ કરવામાં આવી છે.

Theft at Dig Bhuvan Palace: લીંબડીના રાજવી પરિવારના પેલેસમાંથી ચાંદીની એન્ટિક વસ્તુઓની ચોરી
Theft at Dig Bhuvan Palace: લીંબડીના રાજવી પરિવારના પેલેસમાંથી ચાંદીની એન્ટિક વસ્તુઓની ચોરી

By

Published : Mar 2, 2022, 6:31 PM IST

સુરેન્દ્રનગર: લીંબડી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા રાજવી પરિવારના દિગ ભુવન પેલેસમાં(Theft at Dig Bhuvan Palace)તસ્કરો બારીની લોખંડની ગ્રીલ તોડી વર્ષો પહેલાની 56 કિલો ચાંદીની એન્ટિક વસ્તુઓની ચોરી કરી જતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે(Surendranagar Limbdi Police ) ડોગ સ્ક્વોડની મદદથી તપાસહાથ ધરી છે.

આ પણ વાંચોઃકેનેડામાં હિંદુ મંદિરોમાં તોડફોડ, મૂર્તિના આભૂષણોની થઈ ચોરી

રાજમહેલમાં ચોરી

રાજમહેલમાંથી(Dig Bhuvan Palace)ચોરો ચાંદીની ફુલદાની, ટ્રે, ગ્લાસ, વાઇનકપ, ફોટોફ્રેમ સહીતની એન્ટીક વસ્તુઓ તસ્કરો ઉઠાવી ગયાં છે. ગ્રાઉન્ડ ફ્લોરની લોખંડની ગ્રીલ તોડી તસ્કરોએ મહેલમાં ઘુસ્યા હતાં. 10 સ્ટોર રૂમનાં તાળા તોડ્યા અને સોના ચાંદીની વસ્તુઓ લઈને ફરાર થઈ ગયાં હતાં. આ ઘટનામાં લીંબડી પોલીસે ફરીયાદ નોંધી તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજમહેલમાં ચોરી કરવામાં કોઈ જાણભેદુ હોવાની આશંકા સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃAgra Robbery: આગ્રામાં થઈ 17 કિલો સોનાની લૂંટ, 3 કલાકમાં થયો ખુલાસો

ABOUT THE AUTHOR

...view details