ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઈરસની મહામારીને ધ્યાને લઈ પ્રભારી સચિવ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે - ગુજરાત ન્યૂઝ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના મહામારીને લઈને જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકર જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં. તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજીને હોસ્પિટલ અને કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી.

Surendranagar
Surendranagar

By

Published : Apr 10, 2021, 12:55 PM IST

  • સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઈરસના કેસ વધ્યા
  • મહામારીને ધ્યાને લઈ પ્રભારી સચિવ જિલ્લાની મુલાકાતે
  • હોસ્પિટલ અને કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી

સુરેન્દ્રનગર: જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકર જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં અને કલેક્ટર, SP અને આરોગ્ય અધિકારીએ સાથે બેઠક કરીને હોસ્પિટલ અને કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. દર્દીઓને દવા, ઇન્જેક્શન પુછીને માહીતી મેળવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈ પ્રભારી સચિવ જિલ્લાની મુલાકાતે

આ પણ વાંચો :એપ્રિલ મહિનાના 8 દિવસમાં 164 દર્દી થયા કોરોના સંક્રમિત

અધિકારીઓ સાથે શહેરની બજારમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો

કોરોના વાઈરસના વધી રહેલા કેસ તેમજ કોરોનાથી મોત, કોવિડ હોસ્પિટલમાં બેડ, ડૉક્ટર, સ્ટાફ, દવા સહિતની સુવિધાઓ અંગે સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે સમિક્ષા કરી હતી. જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકર, જિલ્લા કલેક્ટર કે. રાજેશ, DSP, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતનાઓ સાથે શહેરની બજારમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details