21,000 કિમતના હીરાની ચોરીનો પ્લાન થયો ફેલ - અશોકભાઈ છગનભાઈ કાકડિયા હીરા દલાલ
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ પાટીદાર ભવનના પાર્કિંગમાં હીરા દલાલના હાથમાંથી એક ઇસમ હીરા ભરલી થેલી ઝુટવી ભાગવાનો પ્રયાસ કરતા પકડાઈ ગયો હતો. ત્યારબાદ લોકોએ ઈસમને પકડી પોલીસ ને સોંપ્યો હતો. the plan to steal diamonds worth 21 thousand has failed, surat diomand thief, plan of steal diamonds in surat
![21,000 કિમતના હીરાની ચોરીનો પ્લાન થયો ફેલ ૨૧ હજારની કિમતના હીરાની ચોરીનો પ્લાન થયો ફેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16313333-thumbnail-3x2-suratjpg.jpg)
સુરત- શહેરમાં મોબાઈલ, ચૈન સ્કેચિંગ, તથા હીરા ના પેકેટો ની ચીલ ઝડપ થઈ રહી છે. ત્યારે આજરોજ ફરી પછી શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ પાટીદાર ભવનના પાર્કિંગમાં હીરા દલાલના હાથમાંથી એક ઇસમ ૨૧ હજારની કિમતના હીરા ભરલી થેલી ઝુટવી ભાગવાનો પ્રયાસ કરતા હીરા દલાલ એ બુમાબુમ કર્તા લોકોએ ઈશમને પકડી પડ્યો હતો.( plan of steal diamonds in surat) લોકોએ તેને ઝડપી પાડી પોલીસને સોપ્યો હતો. ( the plan to steal diamonds worth 21 thousand has failed)
21 હજારની કિમતના હીરા-કતારગામ ગંગા નગર સોસાયટી પાસે રહેતા અશોકભાઈ છગનભાઈ કાકડિયા હીરા દલાલ તરીકે કામ કરે છે. ગત ૩૦મી ના રોજ તેઓ સેફમાં મુકેલા હીરા લઈને મહિધરપુરા પાટીદાર ભવનના પાર્કિંગમાંથી પસાર થઇ રહ્યા હતા. તે વેળાએ તેઓની પાછળ આવેલા એક ઇસમેં તેઓને ધક્કો મારી તેઓના હાથમાં રહેલા ૨૧ હજારની કિમતના હીરાની થેલી ઝુટવી ત્યાંથી ભાગ્યો હતો. બીજી તરફ હીરા દલાલ પણ તેની પાછળ દોડી બુમાબુમ કરી હતી. જેથી ત્યાં હાજર લોકોએ થેલી લઈને ભાગતા ઈસમને ઝડપી પાડ્યો હતો.જોકે આ સમગ્ર ઘટના CCTV ફૂટે જ માં કેદ થઈ ગઈ હતી.
પોલીસ કાફલો ઘટના સ્થળે-બીજી તરફ આ સમગ્ર બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્નેચરની કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શૈલેશ જીવરાજભાઈ પાટડીયા અને તે કતારગામ હરીધામ સોસાયટી પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું. આ મામલે મહિધરપુરા પોલીસે હીરા દલાલ અશોકભાઈની ફરિયાદના આધારે શૈલેશ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
હીરા દલાલ ને ધક્કો-CCTV ફૂટે જ માં સ્પષ્ટ પણે જોઈએ શકાય છેકે, હીરા દલાલ પાર્કિંગમાં જઈ રહ્યો છે ત્યાં એક અન્ય ઈસમ તેમની પાછળ પાછળ આવે છે અને ત્યારબાદ અચાનક જ હીરા દલાલ ને ધક્કો મારી હાથ માંથી હીરાનું પેકેટ ઝુટવી ભાગવાનો પ્રયાસ કરે છે.અને ત્યારે હીરા દલાલ નીચે પડી પણ જાય છે.ત્યારબાદ હીરા દલાલ તેની ઈશમ પાછળ દોડે પણ છે.