સુરેન્દ્રનગરઃ દેશ અને દુનિયા કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહી છે, તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસને નાથવા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં આ વૈશ્વિક મહામારીના ફેલાવાને અટકાવવા અને પ્રજાને કોરોના વાઇરસ સામે રક્ષણ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરાયા છે.
કોરોનોના કહેરને નાથવા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો - municipality
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા કોરોના વાઇરસની બિમારીને નાથવા જાહેરમાર્ગો તથા બજારમાં ફાયર દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો હતો.
![કોરોનોના કહેરને નાથવા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો કોરોનોના કહેરને નાથવા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6580750-592-6580750-1585450014695.jpg)
સુરેન્દ્રનગર શહેરમાં કોરોના વાઇરસ ન ફેલાય તે માટે નગરપાલિકાના પ્રમુખ વીપીનભાઈ ટોળિયા અને ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડના કર્મીઓ દ્વાર શહેરના વિવિધ વિસ્તારોમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
કોરોના વાઇરસની મહામારીને ફેલાતી અટકાવવા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત સુરેન્દ્રનગર ફાયર વિભાગના ઈન્ચાર્જ આર. કે. ઝાલા અને તેમની ટીમ દ્વારા શહેરના જેલચોકથી શરૂ કરી શાક માર્કેટ, મેડિકલ સ્ટોર, જાહેર રસ્તાઓ, બજાર તથા દુકાનો સહિતની વિવિધ જગ્યાઓને ફાયર દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરીને બેક્ટરીયા રહિત કરવાની કામગીરી કરવામાં આવી હતી.