ગુજરાત

gujarat

સુરેન્દ્રનગર LCBની ટીમે કુખ્યાત તાલપત્રીની ગેંગને ઝડપી પાડી

By

Published : Feb 19, 2020, 12:24 PM IST

હાઈવે ઉપર ચાલુ વાહનોની રસા તાડપત્રી કાપીને કિંમતી મુદ્દામાલની ચોરી કરતી કુખ્યાત ગેંગના પાંચ શખ્સોને સુરેન્દ્રનગર LCBએ ઝડપી લીધા હતાં. ચાલુ વાહન ઉપર ચડી જઈ હાઈવે ઉપર ચોરીને અંજામ આપતા હતાં.

aa
સુરેન્દ્રનગરઃ LCBની ટીમે કુખ્યાત તાલપત્રીની ગેંગને ઝડપી પાડી

સુરેન્દ્રનગરઃ અમદાવાદ, રાજકોટ, મોરબી, મહેસાણા જિલ્લામાં હાઈવે ઉપર રાત્રિના સમયે ચાલુ વાહનોમાંથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરનાર કુખ્યાત ગેંગના પાંચ સૂત્રધારોને ચોરીના મુદ્દામાલ સાથે સુરેન્દ્રનગર LCBએ ઝડપી લીધા છે.

ગેંગના 5 શખ્સો પાસેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ તથા 2 ઈનોવા કાર પોલીસે ઝડપી લીધી છે. હાઈવે ઉપર દોડતાં ચાલુ વાહન ઉપર ચડી જઈ હાઈવે ઉપર ચોરીને અંજામ આપતા હોવાની પોલીસે મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરયો છે.

સુરેન્દ્રનગરઃ LCBની ટીમે કુખ્યાત તાલપત્રીની ગેંગને ઝડપી પાડી

પોલીસે આ બનાવમાં વસીમખાન બિસ્મિલ્લાખાન મલેક, અલી નથુભાઈ લાડક, જશવંત ઉર્ફે જસો કાળુભાઈ સોયા, અજીતખાન રસુલખાન મલેક, સિરાજખાન રહીમખાન જતમલેક સહિત ગેંગના 5 સૂત્રધારોને પોલીસે વિરમગામ હાઈવે ઉપરથી ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 2.98 લાખનો ચોરીનો મુદ્દામાલ, ચોરીમાં વપરાયેલ બે ઈનોવા કાર, તેમજ રોકડા રૂપિયા 90,400 મળી કુલ રૂપિયા 13,98,170નો મુદ્દામાલ ઝડપી લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 7 ડિસેમ્બરના લીંબડી PSI ઉપર જીવલેણ હુમલાના ગુનામાં નાસતા ફરતા વસીમ, અલી, જશવંત અને સિરાજખાનને ઝડપી લીધા છે, ત્યારે આ બનાવમાં હજુ વધુ હાઈવે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાવાની તેમજ વધુ શખ્સોના નામ બહાર આવવાની પોલીસે શક્યતાઓ વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details