ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં દંપતીને બાળક દત્તક અપાયું - સુરેન્દ્રનગર ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ

સુરેન્દ્રનગર ખાતે આવેલા ચિલ્ડ્રન હોમ ખાતે રાજસ્થાનના જોધપુરમાં રહેતા હરીશભાઇ માલપાની અને તેમના ધર્મપત્ની મમતાબેન માલપાનીએ એક બાળકને દતક લીધું હતું. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ દંપતીના કાર્યને બિરદાવવામાં આવ્યુંં હતું.

Surendranagar
સુરેન્દ્રનગર

By

Published : Mar 13, 2020, 3:07 PM IST

Updated : Mar 13, 2020, 6:15 PM IST

સુરેન્દ્રનગર : સમાજમાં ઘણા દંપતીઓ એવા રહે છે. જે લોકોને લગ્ન થયાને ઘણો ટાઈમ થયો હોય છતાં સંતાન ન હોય. ત્યારે આવા ઘણા દંપતી દ્વારા બાળકને દત્તક લેવા માટે આગળ આવે છે. આવા દંપતી દ્વારા બાળકને દત્તક લઈને સમાજના લોકોને એક સંદેશ પણ આપે છે. ત્યારે રાજસ્થાનના જોધપુરમાં રહેતા હરીશભાઇ માલપાની અને તેમના ધર્મપત્ની મમતાબેન માલપાનીના લગ્નજીવનને 14 વર્ષ થવા છતાં શેર માટીની ખોટ હતી. ત્યારે મમતાબેનની ઇચ્છા હતી કે, આપણે બાળકને દત્તક લઈ અને તે વાત તેમને તેમના પતિને કરી આ દંપતી અનાથ બાળક લેવા માટે તૈયાર હતા. તેમને બાળકને દત્તક લેવા માટે ઓનલાઈન પ્રક્રિયા કરી અને ત્રણ વર્ષ પછી તેમને સુરેન્દ્રનગરમાંથી બાળક દત્તક મળે તેવી માહિતી મળી હતી.

સુરેન્દ્રનગરમાં દંપતીને બાળક દત્તક અપાયું

જેઓ સુરેન્દ્રનગર ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ખાતે આવ્યા હતા. અને ત્યાં તેમને ત્રણ માસના હેમીલ નામના બાળક ઉપર પસંદગી કરી હતી. આ બાળકને ચિલ્ડ્રન હોમમાં વડોદરાથી લાવવામાં આવ્યું હતું. દંપતીને આ બાળક સોંપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તેમજ સુરેન્દ્રનગર કાનૂની સેવા સતામંડળના સેક્રેટરી એચ.એચ.ગુપ્તા તેમજ સમાજ સુરક્ષા ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા.જેમાં દંપતી દ્વારા સમાજના લોકોને પણ અપીલ કરવામાં આવી હતી. જે દંપતીને મેડિકલ પ્રોબ્લેમ હોય અને તેઓ માતા પિતા નથી બની શકતા તેવા દંપતીઓ દવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે તેમના દ્વારા આવા અનાથ બાળકોને દત્તક લઈને સમાજને મદદરૂપ થઇ શકે છે. આ સાથે આવા અનાથ બાળકોને માતાપિતાનો દરજ્જો પણ આપી શકે છે.

દંપતી સમાજને એક નવો સંદેશો આપ્યો છે. ફેમિલીમા એક વ્યક્તિનો સમાવેશ થતા આ દંપતિ ખૂબ ખુશ હતું. જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ દંપતીના કાર્યને પણ બિરદાવ્યું હતું. અને આવા દંપતિને અપીલ કરી હતી. આવા બાળકોને પણ માતા પિતાનો પ્રેમ મળી રહે તે પણ આજના સમયમાં ખૂબ જરૂરી છે.

Last Updated : Mar 13, 2020, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details