ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના LCB પોલીસ દ્વારા આરોપીને પકડવા જતાં પોલીસ પર હુમલો કર્યો - સુરેન્દ્રનગરના LCB પોલીસ

સુરેન્દ્રનગરના LCB પોલીસ દ્વારા ઝેઝરી ગામે લૂંટ, ધાડ, હથિયારધારા અને હત્યાના ફરાર આરોપીને પકડવા જતા આરોપીએ પોલીસ પર હુમલો કરતા પીઆઈ સહિત બે કર્મચારીને ઇજા પહોંચી હતી.

police in Surendranagar
સુરેન્દ્રનગરના LCB પોલીસ

By

Published : May 25, 2020, 10:42 AM IST

સુરેન્દ્રનગર: જિલ્લામાં પોલીસ દ્વારા અગાઉ પણ ગેડીયા ગેગ સહીત હાઈવે લૂંટ, ચોરીના સહિત 57 ગુન્હા ડિટેકટ કરાયા હતા. ત્યારે જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી ગામે ધાડ, ચોરી અને હથિયારધારા તેમજ પાટડીના હત્યાના આજીવન કેદની સજામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને એલ.સી.બી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઝેઝરી ગામે પહોચ્યો હતો.

સુરેન્દ્રનગરના LCB પોલીસ દ્રારા આરોપીને પકડવા જતા પોલીસ પર હુમલો

ત્યારે પોલીસ બંને આરોપીઓને પકડવા જતા તેમણે પોલીસ પર ધાતક હથિયાર અને પાઈપ વડે હુમલો કરતા એલ.સી.બી, પીઆઈ ડી.એમ.ઢોલ અને બીજા પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઝઝેરી ગામની અંદર પણ ફિલ્મી દ્રશ્યો સજૉયા હતા. ઈજાઓ થતા તમામ સ્ટાફ દ્રારા આરોપીઓને પકડી લેવાયા હતા. તેમજ બંને પકડેલ આરોપી રસીદખાન અને અહમદખાનને પકડી વધુ પુછપરછ હાથ ધરી હતી. આ બંન્ને પોલીસ કર્મચારીને ઈજાઓ પહોચતા સારવાર માટે શહેરની ટીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ પોલીસે બંને આરોપીને પકડીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details