સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આવેલા ત્રિનેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાતો પરંપરાગત ભાતીગળ તરણેતર( Tarnetar Fair 2022 ) લોકમેળો કોરોનાના કારણે બે વર્ષથી યોજાઈ શક્યો ન હતો. જ્યારે હવે પરિસ્થિતિ સામાન્ય બની ગઇ છે ત્યારે બે વર્ષ બાદ યોજવા ઉત્સાહપૂર્વક તરણેતરનો મેળો યોજવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે મેળાની એક આગવી પરંપરારુપ પશુ મેળો અને પશુ હરીફાઇ રદ ( Tarnetar Animal Fair cancel ) કરવામાં આવ્યાં છે. આ વર્ષે પશુઓમાં લમ્પી વાયરસના ( Lumpy Virus )રોગચાળાના કારણે આ વર્ષે મેળામાં પશુ હરીફાઇ અને પશુ મેળો રદ કરવામાં આવ્યો છે.
પશુ હરીફાઇ અને પશુ મેળો રદ કરવામાં આવ્યો આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિધ્ધ તરણેતર મેળાની તડામાર તૈયારીઓ શરૂ
કલેક્ટરે બેઠક યોજીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે ભાદરવા માસ દરમિયાન યોજાતો તરણેતરનો મેળો ( Tarnetar Fair 2022 )તેની ભાતીગળ લોકસંસ્કુતિને કારણે માત્ર ગુજરાતમાં જ નહી સમગ્ર દેશ વિદેશમાં પ્રખ્યાત છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મેળો બંધ હતો ત્યારે આ વર્ષે મેળાનું આયોજન કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક પણ યોજાઇ હતી જેમાં વિવિધ વિભાગના અધિકારીઓને જિલ્લા કલેક્ટર દ્વારા મેળાના આયોજન બાબતે જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ તરણેતર મેળે અમે મેળે ગ્યાતા... આદિવાસીઓની જૂની પરંપરા આજના સમાજનો મોર્ડન કન્સેપ્ટ
સ્વચ્છતા તકેદારી રાખવા ખાસ અપીલઃતરણેતરનો મેળો ( Tarnetar Fair 2022 ) લોકમેળા તરીકે આેળખાય છે અને આ મેળામાં પરંપરાગત રમતગમતની હરીફાઇ સાથે પશુ મેળો અને પશુ હરીફાઈ પણ યોજાતી હોય છે. પરંતુ હાલ સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી વાઇરસના ( Lumpy Virus ) કહેરને લઇને આ વર્ષે મેળામાં પશુમેળો તેમજ પશુ હરીફાઇ રદ ( Tarnetar Animal Fair cancel ) કરવામાં આવી છે. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા મેળો માણવા આવતા લોકોને તેમજ તંત્રના અધિકારીઓને સ્વચ્છતા તકેદારી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય.