ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની બહેનો બનાવશે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ - practic

સુરેન્દ્રનગર: શહેરમાં નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા કન્યા છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજની રાજપૂતાણીઓનો તલવાર રાસ પ્રેક્ટિસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં રાજપુતાણીઓએ ભાગ લીધો હતો.

etv bhart surendranagar

By

Published : Aug 6, 2019, 11:52 PM IST

જેમાં રાજપૂતાણીઓએ તલવારના અવનવા રાસની પ્રેક્ટિસ કરી હતી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ઝાલાવાડની રાજપૂતાણીઓ તલવાર રાસમાં ભાગ લઈને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવી રેકોર્ડ પ્રસ્થાપિત કરશે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભુચરમોરી ખાતે 23 ઓગસ્ટના રોજ શીતળા સાતમના દિવસે યોજાનાર ઐતિહાસિક તલવાર રાસમાં ભાગ લેશે. જેની તૈયારીના ભાગરૂપે રાજપૂતાણીઓએ તલવાર રાસની પ્રેક્ટિસ રજુ કરીને સૌ કોઈને અચંબિત કર્યા હતા.

સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની બહેનો સ્થાપશે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ

આયોજન પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના અધ્યક્ષ વિસુભા ઝાલા, જે.સી.જાડેજા (કોરિયોગ્રાફર ) જયદેવસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details