સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ વિસ્તાર એવા તરણેતર ખાતે વર્ષોથી પરંપરાગત અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિધ્ધ ભાતીગળ મેળો યોજાય છે.ચાલુ વર્ષે પણ તરણેતરના મેળાનું ચાર દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે તરણેતરના ભાતીગળ મેળાને રાજ્યના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, જિલ્લા કલેકટર કે. રાજેશ સહિતનાઓ એ શિવપૂજન, દીપ પ્રાગટ્ય અને આરતી કરી મેળાને વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો.
સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિધ્ધ તરણેતર લોકમેળાનો આજથી પ્રારંભ - રાજ્યના મંત્રી કુંવરજીભાઇ બાવળિયા
સુરેન્દ્રનગર: જિલ્લાના થાન તાલુકાના તરણેતર ગામ ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં પરંપરાગત રીતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને રવિવારે સવારે રાજ્યના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના વરદ હસ્તે ત્રીનેત્રેશ્વર મહાદેવને દીપ પ્રગટાવી, પૂજા-અર્ચના અને આરતી કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ત્યાર બાદ વિવિધ સ્ટોલોનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આજથી ચાર દિવસ ચાલનાર આ ભાતીગળ મેળામાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડશે. તરણેતરનો મેળો માલધારીઓનો હુડો રાસ, ભરત ભરેલી છત્રી અને પરંપરાગત વેશભુષા માટે પ્રખ્યાત છે. રાજ્યના મંત્રીઓ સહિતના અગ્રણીઓ આગામી તારીખ ૦૪ સપ્ટેમ્બર સુધી ચાલનારા મેળામાં ગ્રામીણ ઓલમ્પિક્સ, પશુ પ્રદર્શન, પશુ હરીફાઈ વગેરેની મુલાકાત લેશે. જયારે આ તકે મંત્રીએ લોકોને મનમુકીને મેળો માણવા અનુરોધ કર્યો હતો.
- વિશેષ અહેવાલ વિજય ભટ્ટ...