સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના મોટી મજેઠી ગામથી એક બોગસ ડૉક્ટરનેે એસઓજીએ ઝડપી પાડયો છે. તેમ જ લખતર તાલુકાના છારદ ગામેથી પણ નકલી ડૉકટર ઝડપી પાડ્યો છે. આ બંને કોઈ પણ જાતના સારવાર અંગેનું સટિફિકેટ તેમ જ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર પ્રેકટિસ કરતાં હતાં અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યાં હોવાનું ખુલવા પામ્યું છે. તેમની પાસેથી હોમિયોપેથીક દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
સુરેન્દ્રનગર એસઓજીએ અલગ-અલગ જગ્યાએથી બે બોગસ ડોકટર ઝડપી પાડ્યા - સુરેન્દ્રનગર એસઓજી
સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક માસ પહેલાં મૂળી તાલુકાના પોલીસમથકેથી વગડીયા તેમજ સોમાસર નજીકથી બે બોગસ ડોક્ટરો અને ઝડપી પાડયાં હતાં, તેની શાહી હજી સૂકાઈ નથી ત્યારે આજે એસઓજી દ્વારા બે વધુ મુન્નાભાઈ એમબીબીએસને પકડી પાડવામાં આવ્યાં છે.
સુરેન્દ્રનગર એસઓજીએ અલગઅલગ જગ્યાએથી બે બોગસ ડોકટર ઝડપી લીધાં
મોટી મજેઠી ગામેથી પકડાયેલા બોગસ ડૉક્ટર પાસેથી 5,651 દવાના જથ્થા સાથે ઝડપી પાડયો છે. છારદથી પકડાયેલ બોગસ ડૉક્ટર પાસેથી દવાઓ સહિત 72,070નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. મોટી મજેઠીથી ઝડપાયેલ બોગસ ડોક્ટરનું નામ નવીનભાઈ ભોગીલાલ દવે છે. જ્યારે છારદથી ઝડપાયેલ નકલી ડૉકટરનું નામ સુરેશભાઈ મહેશભાઈ જમોડ છે.