સુરેન્દ્રનગરઃ જિલ્લા પોલીસ વડા દ્વારા એથ્લેટીક મીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને 3 માર્ચે રાજકોટ રેન્જના DIG.સંદીપ સિંગ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આગામી પાંચ માર્ચ સુધી ચાલશે. જેમાં આશરે 300 પોલીસ કર્માચરીઓ વિવિધ રમતોમાં ભાગ લેશે.
સુરેન્દ્રનગર પોલીસ એથ્લેટીક મીટનું આયોજન કરાયું
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા એથ્લેટીક મિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને 3 માર્ચે રાજકોટ રેન્જના DIG.સંદીપ સિંગ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આગામી પાંચ માર્ચ સુધી ચાલશે. જેમાં આશરે 300 પોલીસ કર્માચરીઓ વિવિધ રમતોમાં ભાગ લેશે.
રાજકોટ રેન્જના પાંચ જિલ્લા રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગરના ત્રણસો નવ પોલીસ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. આ એથ્લેટીકમાં 15 જેટલી અલગ અલગ રમત રમાડવામાં આવશે. જેમાં કબડ્ડી, વોલીબોલ, દોડ, ચેસ, ઘોડેસવારી, ટેનિસ, ભાલા ફેક, જેવી ઇન્ડોર, અને આઉટ ડોરની રમતોનો સમાવેશ કરાયો છે .
આ કાર્યક્રમ પોલીસના જવાનોને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા થયેલ ચોરી, કે બીજા અન્ય ગુનાઓમાં સફળતા મેળવીને કાર્ય કરતા પોલીસના કર્મચારીઓના રેન્જ DIGના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, તેમજ પોલીસ અધિકારી અને શહેરી જનો, સ્કૂલના બાળકો તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.