ગુજરાત

gujarat

ETV Bharat / state

અહીં સામાન્ય પ્રશ્નોને ઉકેલવા લોકોએ લીધો નનામીનો સહારો - Problem

સુરેન્દ્રનગર: દસાડામાં દલિત સમાજ દ્વારા સ્મશાનમાં જ ગટરની લાઇન કાઢતા રોષે ભરાયેલા સમાજે એક વૃદ્ધાની નનામી મૂકીને રોડ પર ચક્કાજામ કર્યો હતો. જુઓ શું છે સમગ્ર મામલો...

સામાન્ય જનજીવનના પ્રશ્નોના ઉકેલ માટે સુરેન્દ્રનગરના લોકોને લેવો પડ્યો નનામીનો સહારો

By

Published : Jun 10, 2019, 9:53 AM IST

દસાડામાં દલિત સમાજના સ્મશાનમાં જગ્યાના અભાવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે સ્માશનમાંથી જ ગટર લાઇન કાઢતા લોકો રોષે ભરાયા હતા અને હવે જો કોઇનું મૃત્યું થશે તો દલિત સમાજ દ્વારા દફનવિધિ નહીં કરવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારી હતી. તેમજ હાઇવે પર ચક્કાજામ કરીને દસાડાની બન્ને બાજૂ 3 થી 4 કિ.મી.વાહનોની લાંબી લાઇન લાગી હતી.

સામાન્ય જનજીવનના પ્રશ્નોના ઉકેલ માટે સુરેન્દ્રનગરના લોકોને લેવો પડ્યો નનામીનો સહારો

આ ધટનાની જાણ થતાં PSI જે.જે.ચૌહાણ સહિતનો સ્ટાફ, સર્કલ ઓફિસર તાલુકા પંચાયત કચેરી સ્થળે દોડી ગયા હતા. તાલુકા વિકાસ અધિકારી એરવાડીયાની સૂચનાથી સર્કલ ઓફિસર સ્મશાનમાંથી બાવળ દુર કરવાની સાથે, ગટર લાઈનની સફાઈ, સ્મશાન નીમ કરવા, હાઇવેથી સ્મશાન સુધીનો સીસી રોડ બનાવવા અને સ્મશાનના ખાડા પુરવા સહિતના કામોની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. જો કે આ મામલે 3-4 કલાક બાદ હાઈવે ફરીથી શરૂ કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details