શહેરમાં GUDC કામગીરી ચાલતી હોવાથી ઠેરઠેર ખોદકામને લઈને કીચડ અને ખાડાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. સુરેન્દ્રનગરમાં વરસાદથી જ ઠેરઠેર પાણી ભરાઈ ચુકયા છે. ખાનગી પ્લોટ હોય કે કોમન પ્લોટમાં પાણી ભરેલા જોવા મળે છે. જેને લઈને રોગચાળા ફેલાવાનો ભય રહશે.
ચોમાસાએ સુરેન્દ્રનગર નગરપાલિકાની પોલ ખોલી, નાગરિકો ગંદકીથી ત્રસ્ત - etv bharat news
સુરેન્દ્રનગર: શહેરના અમુક વિસ્તારોમાંં પ્રાથમિક સુવિધાઓ ન મળવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. નગરપાલિકાને રજુઆત છતાં નક્કર પગલાં ન લેવાતા હોવાના આક્ષેપ પણ ઉઠ્યા છે. વરસાદને કારણે ઠેર ઠેર ગંદકી, કિચડ અને બિસ્માર રસ્તાઓને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
![ચોમાસાએ સુરેન્દ્રનગર નગરપાલિકાની પોલ ખોલી, નાગરિકો ગંદકીથી ત્રસ્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4072361-thumbnail-3x2-cheda.jpg)
સુરેન્દ્રનગરમાં નગરપાલિકાની પોલ છતું કરતું ચોમાસું, ગંદકીથી ત્રસ્ત લો
સુરેન્દ્રનગરમાં નગરપાલિકાની પોલ છતું કરતું ચોમાસું, ગંદકીથી ત્રસ્ત લોકો
આ ઉપરાંત સ્કુલોની બાજુમાં આવેલા પ્લોટમાં મચ્છરને કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ અનેક સવાલ છે. તેમજ હાલ તો નગરપાલિકાની પ્રિમોનસમ કામગીરી સામે પણ અનેક સવાલ છે. ત્યારે સ્થાનિક લોકો જલ્દી રોડ પર લેવલીમગ અને તાત્કાલિક કીચડ દુર કરવા અને કોમન પ્લોટમાંથી પાણી દુર કરવાની માંગ કરી રહ્યા છે.