સુરેન્દ્રનગર : મૌરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડમાં 23 લાખ રુપિયાની ઉચાપતનું કૌભાંડ બહાર આવ્યાં બાદ કાર્યવાહી તેજ બની છે. 2015માં હળવદ માર્કેટિંગ યાર્ડના તત્કાલીન સેક્રેટરી અને કલાર્ક વગેરે સ્ટાફે નકલી પહોંચો છપાવી તેના આવેલા નાણાં જમા કરાવ્યાં ન હતાં અને 23.19 લાખ રુપિયાની માર્કેટ ફી ઓળવી ગયાં હતાં. આ કેસમાં કાર્યવાહી કરતાં મોરબી પોલીસ એસીબીમાં નોંધાયેલી ફરિયાદમાં કાર્યવાહીનો ધમધમાટ થઇ રહ્યાં છે. જેમાં સુરેન્દ્રનગર એસીબી ટીમે સાત આરોપીની ધરપકડ કરી હતી.
23,19,754નું કૌભાંડ :સુરેન્દ્રનગર એસીબીમાં પૂછપરછ હળવદ માર્કેટિંગ યાર્ડ કૌભાંડનાં સાત આરોપીને ઝડપી સુરેન્દ્રનગર એસીબી ઓફિસે લાવવામાં આવ્યાં હતાં.હળવદ માર્કેટિંગ યાર્ડમાં 2015માં હેડિંગ અને સિક્કા વગરની અને સીરીયલ નંબર વગરની કોરી પહોંચ બુક છપાવવામાં આવી હતી અને તે ખેડૂતોને આપીને માર્કેટિંગ ફી (શેષ) ઉધરવી ખોટા દસ્તાવેજો બનાવવામાં આવી હતી. આમ પોતાની સત્તાનો દુરુઉપયોગ કરીને પૂર્વનિયોજિત કાવતરું રચી એકબીજાને મદદ કરી ગેરકાયદે 23,19,754 માર્કેટ ફી ઉઘરાવી લેવાઇ હતી. મોરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડમાં 2015માં થયેલા કૌભાંડ મુદ્દે એસીબીમાં ગુનો નોંધાયો હતો તેના આધારે સાત આરોપીને પકડી લેવામાં આવ્યાં છે.
માર્કેટિંગ યાર્ડમાં ફરજ પર રહેલા પાંચ ક્લાર્કને એસીબી ટીમ દ્વારા રાત્રે ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદ 2015માં નોંધાઈ હતી, જેમાં ભ્રષ્ટાચાર નિધિ અને ઇન્ડિયન પીનલ કોડની કલમ મુજબ તારીખ 26-1-2023 ના રોજ મોરબી એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે સાત આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે...ડી. વી. રાણા (પીઆઈ, એસીબી)
સુરેન્દ્રનગર એસીબીમાં પૂછપરછ : ખેડૂતોના આ નાણાં યાર્ડમાં જમાં ન કરાવી પોતાના અંગત લાભ ખાતર વાપરવાની ઉચાપતની ફરિયાદ 26/1/2023 ના દિવસે મોરબી એસીબી ખાતે કરવામાં આવી હતી. જેના આધારે એસીબીએ કાર્યવાહી કરવામા આવતાં 7 આરોપીને મોડી રાતે સુરેન્દ્રનગર ACB એ ઝડપી પાડી સુરેન્દ્રનગર ખાતે ACB ઓફિસે લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તમામ આરોપીની હાલ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં હજુ પણ મોટા માથા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. પોલીસ દ્વારા તમામ આરોપીની યાદી માટેની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ઝડપાયેલ આરોપીના નામ : 13 ફેબ્રુઆરી 2015થી 26 માર્ચ 2015 સુધી આરોપીઓ દ્વારા આવડું મોટું કૌભાંડ કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં તત્કાલીન સેક્રેટરી વિપુલ અરવિંદ એરવાડીયા, તત્કાલીન વાઈસ સેક્રેટરી અશોક જયંતી માતરીયા, ક્લાર્ક હિતેષ કાળુ પંચાસરા, નીલેશ વિનોદ દવે, પંકજ કાનજી ગોપાણી, ભાવેશ રમેશ દલસાણીયા, અરવિંદ ભગવાનજી રાઠોડ દ્વારા નકલી પહોંચ છપાવવામાં આવી હતી.
શેષની રકમ પડાવી લેવાઇ હતી : નકલી પહોંચ દ્વારા માર્કેટ ફી-શેષ ઉઘરાવવામાં આવતી હતી જેમાં કુલ 23,19,754 રુપિયા ભેગાં કરી લીધાં હતાં. શેષની રકમ ખેડૂતોના લાભા માટે યાર્ડમાં જમા કરાવવાની હોય છે તે જમા કરાવાયા ન હતાં. આ રુપિયા નો ઉપયોગ પોતાના અંગત ઉપયોગમાં લેવા ગુનાહિત આચરણ કરી આરોપીઓએ એકબીજાની મદદ કરી હતી. આ કૌભાંડ બહાર આવતાં મોરબી એસીબી ટીમે ગુનો નોંધ્યો હતો જેની તપાસ ચલાવાઇ હતી.
- Morbi news: 2015માં થયેલા કાંડનો ભાંડો ફૂટ્યો, હળવદ માર્કેટિંગ યાર્ડની જૂની બોડીના સેક્રેટરી સહિતના 7 સામે ફરિયાદ
- Surendranagar Crime : સૌકા જુગારધામ નેટવર્ક મામલામાં વધુ 3 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
- Surendranagar Crime: પોલીસે જ્યાં જુગારધામ પર દરોડા પડ્યા ત્યાંથી ફાયરિંગ કરેલી બુલેટ મળી