ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગર NCC કેડેટ દ્વારા રીવર ફ્રન્ટની સ્વચ્છતા કામગીરી હાથ ધરાઇ - mahatma Gandhi anniversary

સુરેન્દ્રનગરઃ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધી 150મી જન્મ જયંતિની ઉજવણી તા.17 સપ્ટેમ્બરથી 02 ઓકટોબર સુધી સ્વરછતા પખવાડીયાની ઉજવણી ચાલી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર 26 એન.સી.સી બટાલિયન દ્રારા આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં 26 એન.સી.સી બટાલિયનના નેજા હેઠળ સ્વામી વિવેકાનંદ કોલેજે, એમ.પી.શાહ આર્ટસ કોલેજના કેડેટસ દ્રારા સુરેન્દ્રનગર રિવફન્ટ પર સ્વરછતા હાથ ધરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર NCC કેડેટ દ્વારા રીવર ફ્રન્ટની સ્વચ્છતા કામગીરી હાથ ધરાઇ

By

Published : Sep 21, 2019, 8:19 PM IST

100 જેટલા કેડેટસો દ્રારા સ્વરછતા કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના સહયોગથી રીવફન્ટ બગીચો, રિવફન્ટ પરથી કચરો દુર કરીને સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં એનસીસી કેડટસ અને નગરપાલિકાના કર્મચારી પણ જોડાયા હતાં. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વરછતા જળવાઈ રહે તેમજ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામા આવે તે સંદેશ સમાજને આપવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર NCC કેડેટ દ્વારા રીવર ફ્રન્ટની સ્વચ્છતા કામગીરી હાથ ધરાઇ

તેમજ આ પ્રસંગે એન.સી.સી કર્નલ કે આર શેખર, સુબેદાર વિજય બાહુદરસિંધ, પ્રોફેસર પારસ સહિત એન.સી.સી અધિકારીઓ અને કેડેટસ તેમજ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા પ્રમુખ વિપીન ટોળીયા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડયા , અશોકભાઈસિંહ પરમાર, સહિત નગરપાલિકા સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details