સુરેન્દ્રનગર શહેર ની એમ. પી. શાહ કોમર્સ કોલેજમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડની બહાર બેસીને પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો અને આ પરીક્ષા રદ કરવા માંગ કરી હતી.પરીક્ષાર્થીઓ દ્વારા આ બહિષ્કાર કરવાનું કારણ પેપરોના સીલ તુટેલા હતા. તેવો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ હોબાળાના કારણે પોલીસ પણ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરની એમ. પી. શાહ કોમર્સ કોલેજમાં બિનસચિવાલ નું પેપર ફૂટ્યાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ - mp shah commerce college
સુરેન્દ્રનગર : જિલ્લામાં વિવિધ કેન્દ્રો ઉપર બિન સચિવાલયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગરમાં એક કેન્દ્ર ઉપર બિન સચિવાલયની પરીક્ષાને લઈ હોબાળો થયો હતો.
etv bharat surendranagar
હાલ પરીક્ષા ચાલુ સીલ તુટેલા મુદ્દે તપાસ કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટરે જણાવાયું હતું.100 થી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કરી આ પરીક્ષા રદ કરવા કરી માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી. ત્યારે આ મુદ્દે તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તેના પર વિદ્યાર્થીઓ સહિત સૌની મીટ મંડાઈ છે.