સુરેન્દ્રનગર : સરકાર દ્વારા પશુ નિયંત્રણનો નવો કાયદો અમલી (Cattle Control Bill) બનાવવામાં આવી રહ્યો હતો. પરંતુ માલધારી સમાજના વિરોધને લઈને સરકાર દ્વારા હાલ કાયદો મોકૂફ રાખવામાં આવ્યો છે. ત્યારે માલધારી સમાજ (Surendranagar Malghari Community) દ્વારા આ કાયદો મોકૂફ નહીં, પરંતુ રદ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી સામે ધરણાં (Laws on Stray Cattle)કરવામાં આવ્યા હતા.
Cattle Control Bill: પશુ નિયંત્રણ કાયદો કાળો કાયદો છે, મોકૂફ નહીં રદ કરો : માલધારી સમાજ - Cattle Control Bill
પશુ નિયંત્રણના કાયદાને લઈને હવે સુરેન્દ્રનગરમાં પણ (Cattle Control Bill) પડઘા પડ્યા છે. સુરેન્દ્રનગરમાં માલધારી સમાજ (Surendranagar Malghari community) દ્વારા આ કાયદાને કાળો કાયદો ગણાતા કલેક્ટર (Malghari Community Opposed) કચેરીએ ધરણા નાખ્યા હતા.
કલેક્ટર કચેરી સામે ધરણાં - નવા પશુ કાયદાને લઈને સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઘેરા પડઘા પડ્યા છે. સુરેન્દ્રનગર માલધારી સમાજ દ્વારા આ કાયદાના (Law on Stray Cattle In Gujarat) વિરોધમાં કલેક્ટર કચેરી સામે પ્રતિક ધરણા કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માલધારી આગેવાનોએ જણાવ્યું હતું કે, જો નવો કાયદો અમલી બનશે તો માલધારીઓની હાલત કફોડી બને તેમ છે.
ઉગ્ર આંદોલનની ચીમકી - સુરેન્દ્રનગરમાં માલધારી સમાજના આગેવાનોએ પશુનિયંત્રણનો કાયદો કાળા કાયદા (Opposition of Malghari Community in Surendranagar) સમાન ગણાવ્યો હતો.તેમજ સરકાર દ્વારા તાત્કાલિક આ કાયદાને રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી. માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું કે, જો સરકાર દ્વારા કાયદાને રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર રાજ્ય વ્યાપી (Malghari Community Opposed) ઉગ્ર આંદોલન કરીશું.