ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગર LCBએ ડોળિયા બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ સાથે 8 લાખનો મુદામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર નેશનલ હાઇવે પર ડોળિયા બાઉન્ડ્રી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ આયશર ઝડપાયું છે. પોલીસે ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી હતી.

etv bharat
etv bharat

By

Published : Jul 2, 2020, 10:44 AM IST

સુરેન્દ્રનગર: SP મહેન્દ્ર બગડીયા સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહીબીશન, જુગારને સંપુર્ણપણે નાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરી રહી છે. LCB પી.આઇના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ, રાજકોટ નેશનલ હાઈવે રોડ ઉપર ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. રાજ્ય બહારના વાહનો વિદેશી દારૂનો જથ્થો ભરી સૌરાષ્ટ્રભરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી મળતા ખાસ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

  • આયશર ગાડીમાં ચોરખાનામાં બનાવી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો.
  • બાતમીના આધારે ડોળિયા બાઉન્ડ્રી ખાતે ખાસ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
  • પોલીસે ગાડીનો પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
    સુરેન્દ્રનગર LCBએ ડોળિયા બાઉન્ડ્રી પાસેથી 8 લાખ દારૂ ઝડપી પાડ્યો

આયશર વાહન પસાર થતા તેને કોર્ડન કરી રોકવા પ્રયત્ન કરતા વાહન ચાલકે આઇશર વાહન રોક્યું નહોતુ. આઇશરને કોડન કરીને રોકી ચાલક સુખબીર સોહન રામ જાટ ચૌધરીની પકડી પાડવામાં આવ્યો હતો. આયશરની તપાસ કરતા બોડીમાં આગળના ભાગે ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશીના દારુ સહિત કુલ 08,10, 270નો મુદામાલ ઝડપી પાડયા હતો.

સુરેન્દ્રનગર LCBએ ડોળિયા બાઉન્ડ્રી પાસેથી 8 લાખ દારૂ ઝડપી પાડ્યો

આ અંગે ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો રાજકોટના વેચાણ કટીંગ અર્થે મંગાવેલો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશનનો કેસ સાયલા પોલીસ સ્ટેશન નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details