સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તેમજ સુરેન્દ્રનગરમાંથી ચોરી કરેલા 2 બાઈક સાથે સુરેન્દ્રનગર LCBએ ધ્રાંગધ્રાથી એક શખ્સને ઝડપી લીધો હતો.
સુરેન્દ્રનગર LCBએ ધ્રાંગધ્રાથી 2 બાઈક સાથે ઈસમને ઝડપી પાડ્યો - બાઈક ચોર
સુરેન્દ્રનગર LCBએ ધ્રાંગધ્રાથી 2 બાઈક સાથે એક ઈસમને ઝડપી લીધો હતો. આ સાથે તેની પાસેથી 2 બાઈકની કિંમત રૂપિયા 35,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
![સુરેન્દ્રનગર LCBએ ધ્રાંગધ્રાથી 2 બાઈક સાથે ઈસમને ઝડપી પાડ્યો બાઈક યોર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7347496-154-7347496-1590461629403.jpg)
LCB ટીમે ધ્રાંગધ્રાના લાલ બંગલા સામે ધોળીધાર તરફ જવાના રસ્તા પરથી બાતમીના આધારે સાગર કાંતિભાઈ વસાણીને શંકાસ્પદ રીતે પસાર થતાં તેને અટકાવીને પુછપરછ કરી હતી. જે દરમિયાન તેના કબ્જામાં રહેલા બાઈકના આધાર પુરાવા ન મળતા બાઈક ચોરી કે છળકપટથી મેળવેલી હોવાનું ખુલ્યું હતું.
પોલીસની વધુ પૂછપરછમાં કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી બાઈક નંબર GJ-13 AA-6240 ગત તારીખ 21 મેના રોજ બપોરના સમયે સુરેન્દ્રનગર હેન્ડલુમ ચોક સ્મશાન તરફ જવાના રસ્તેથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેમજ લાલ-સિલ્વર પટ્ટાવાળી અને નંબર વગરનું બાઈક એકાદ મહિના પહેલા ધ્રાંગધ્રા રાજકમલ ચોક પાસેથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરતા પોલીસે આ શખ્સને બંને બાઈક કિંમત રૂપિયા ૩૫ હજાર સાથે ઝડપી લીધો હતો.