ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ડો. વિક્રમ સારાભાઈ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ - Surendranagar science exhibition

સુરેન્દ્રનગરઃ શહેરના ત્રિમંદીર ખાતે વઢવાણ તાલુકાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન વઢવાણ તાલુકાના શાળામાં રહેલી કળા બહાર લઇ આવી શકાય તે માટે યોજવામાં આવ્યુ હતું.

સુરેન્દ્રનગરમાં ડો. વિક્રમ સારાભાઈ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

By

Published : Sep 21, 2019, 7:32 PM IST

આ પ્રદર્શનમાં પાંચ વિભાગમાં કુલ 75 કૃતિ પ્રદર્શિત થઈ હતી.

  1. આધુનિક ખેત પદ્ધતિ
  2. આધુનિક ખેત પદ્ધતિથી ખેત ઉત્પાદનમાં વધારો થાય છે.
  3. રુધિરાભિસરણ તંત્ર
  4. રુધિરાભિસરણ તંત્ર શરીરમાં કઇ રીતે કામ કરે છે તેની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી
  5. ચંદ્રયાન 2
  6. હાલમાં ઈસરો દ્વારા બનાવેલ ચંદ્રયાન કેવી રીતે બનાવવામાં આવ્યું તેનું મોડેલ
  7. પ્લેટીનાર મશીન
  8. રેફ્રીજરેટર ઠંડુ કરવાની નવી પધ્ધતિ કરતું મોડેલ આધુનિક ફ્રીજ
  9. પ્રકાશનું પરાવર્તન વક્રીભાવન
  10. પ્રકાશ કેવી રીતે ગતિ કરે છે તેનું મોડેલ

આ ઉપરાંત લાઈફ જેકેટ, મોબાઈલ રેડિએશન ચિપ, આધુનિક પાર્કિંગ સિસ્ટમ, હાઇદ્રોલિક જેક વગેરે કૃતિઓ રજૂ કરાઇ હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી બારડ સાહેબ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચૌધરી સાહેબના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રથવી, વઢવાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાંચાણી, શિક્ષક સંઘના હોદ્દેદારો ઊપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી કો. નિલેશભાઈ તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

સુરેન્દ્રનગરમાં ડો. વિક્રમ સારાભાઈ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

ABOUT THE AUTHOR

...view details