સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બાન્ચ દ્રારા અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી, જ્યારે આરોપીના રહેણાંક મકાનની અંદર તપાસ હાથ ધરી હતી પરંતુ આરોપી ઘરથી નિકળી ગયો હતો અને આરોપી મળી વીડ વિસ્તારમાં બાવળાના આશ્રયમા છુપાયેલો હતો જાણકારી મળતા તેને તુરંત પકડી પાડી આરોપીને મેડીકલ ચેક અને વૈજ્ઞાનિક ઢંબે તપાસ હાથ ધરી છે અને આરોપીને કોટૅમા રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર થયું શર્મસાર, સાયલામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ - Gujarat Rape case
સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલામાં સોમવારના રોજ 10 વર્ષની બાળકી સાથે દુષ્કમૅ આચર્યુ હોવાની ફરિયાદ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્રારા તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપી હતી તેમજ જે બાળકી સાથે બનાવ બન્યો હતો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આરોપી વિજયરાય રસીદરાય ભુરીયા
આરોપીનુ નામ વિજયરાય રસીદરાય ભુરીયા હોવાનુ સામે આવ્યું છે, જ્યારે આરોપી ઘણા સમયથી સાયલામાં રહેતો હતો અને છુટક મજૂરી કરતો હતો. આરોપી બાળકીના ઘરની બાજુમાં જ રહેતો હતો.