ગુજરાત

gujarat

સુરેન્દ્રનગરમાં વરસાદથી પાકને ભારે નુકસાન, સહાય માટે ખેડુતોની સરકાર પાસે માંગ

By

Published : Nov 1, 2019, 1:32 PM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતાંમાં વધારો થયો છે. ત્યારે વરસાદના કરણે ખેતરમાં પાણી ભરાઈ ગયા હોવાથી ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે. મોટાભાગનો પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકારની પાસે સહાયની આશા બાંધીને બેઠા છે.

Surendranagar

સતત વરસાદને કારણે અંદાજીત 150%થી વધુ વરસાદ તેમજ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ વાવણી લાયક વિસ્તાર 6,36,137 હેક્ટર છે. જેની સામે 6,019,54 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે. જેમા કપાસ 3, 55,091 હેક્ટર, મગફળી15,645 હેકટર, તલ 15,162 હેકટર, શાકભાજી5, 147 હેકટર, દિવેલા 68,648 હેકટર, અને ધાસચારો 1,33,295 હેકટર તેમજ બાકીના વિસ્તારોમાં અન્ય પાકોની વાવણી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં વરસાદથી પાકને ભારે નુકસાન, સહાય માટે ખેડુતોની સરકાર પાસે માગ

પરંતુ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અને મોટાભાગનો પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકારની પાસે સહાયની આશા બાધીને બેઠા છે.

ABOUT THE AUTHOR

...view details