ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરોના ડૉક્ટરો પણ હડતાલમાં જોડાયા, કલેક્ટરને પાઠવ્યું આવેદન - Surendranagar

સુરેન્દ્રનગરઃ પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં બે ડોક્ટરોને માર માર્યા બાદ સમગ્ર પશ્ચિમ બંગાળના ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ડોક્ટરોને ન્યાય ન મળતા સોમવારે ભારતભરના ડોક્ટરોએ એક દિવસની કામગીરીથી અલિપ્ત રહીને હડતાલનું એલાન આપ્યું હતું. જેના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના નેજા હેઠળ જિલ્લાના તાલુકા મથકો ઉપર ફરજ બજાવતા 220થી વધુ ડોક્ટરો એક દિવસની કામગીરીથી અલિપ્ત રહીને હડતાલમાં જોડાઈને હડતાલને સમર્થન આપ્યું હતુ.

સુરેન્દ્રનગરોના ડૉક્ટરો પણ હડતાલમાં જોડાયા

By

Published : Jun 18, 2019, 10:50 AM IST

ઉલ્લેખનીય છે કે, દર્દીઓની મુશ્કેલીને ધ્યાને રાખી હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી વિભાગ કાર્યરત રાખવાનું ડોક્ટરોએ જાહેર કર્યું હતું. જેના ભાગરૂપે ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના નેજા હેઠળ મોટી સંખ્યામાં ડોક્ટરોએ કલેક્ટર કચેરી એકઠા થઇ ઘટનાને વખોડી કાઢીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સુરેન્દ્રનગરોના ડૉક્ટરો પણ હડતાલમાં જોડાયા

સુરેન્દ્રનગરની સૌથી મોટી મનાતી સી.યુ.શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે 300થી વધુ રેસિડેન્સ તબીબો હોસ્પિટલ પરિસરમા બોર્ડ બેનર સાથે રેલી યોજીને તબીબોની સુરક્ષા મામલે અવાજ ઉઠાવ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં યોજાયેલી રેલીમાં મેડિકલ સ્ટુડન્ટ તેમજ રેસિડેન્સ તબીબોએ પણ હડતાલમાં જોડાયા હતા. જ્યારે હોસ્પિટલમાં કાર્યરત વિવિધ વિભાગોમાં સિનિયર ડોક્ટરોની ખુરશીઓ ખાલી રહેતા સારવાર અર્થે આવતા દર્દીઓને ધક્કો થતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details