સુરેન્દ્રનગરમાં લોકમેળો ખુલ્લો મુકાયો
સુરેન્દ્રનગર: જિલ્લામાં વર્ષોથી પરંપરાગત રીતે જન્માષ્ટમીના લોકમેળાનું પાલિકા દ્વારા સુરેન્દ્રનગર ખાતે આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને તંત્રએ ત્રણ દિવસ માટે લોકમેળો ખુલ્લો મુક્યો છે.
આ મેળામાં સુરક્ષાને લઇને CCTV, ફાયર સેફ્ટી, મેડિકલ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ આ લોક મેળો સુરેન્દ્રનગર સાંસદ ડૉ. મહેંન્દ્ર મુંજપરા અને ધારાસભ્ય ધનજીભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે મેળો ખુલ્લો મુકીને નગરપાલિકાના કર્મચારીઓ દ્રારા પ્રજ્ઞાચક્ષુ બહેનોને અને વિધાથીઓને સૌપ્રથમ રાઈડસમાં બેસાડવામાં આવ્યાં હતાં. તેમજ આ પ્રજ્ઞાચક્ષુ મેળાનો આનંદ માણી શકે તે માટે પ્રથમ દિવસે અંધ બહેનોને રાઈડસમાં નગરપાલિકા કર્મચારીઓ સાથે રહીને મેળાની મોજ કરાવી હતી.