લોરેન્સ બીશ્નોઇ ગેંગના ઇનામી આરોપી સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઇતિહાસમાં પ્રથમ વખત ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર SOG પોલીસના સંયુક્ત ઓપરેશનના પગલે સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલ શિવસંગાથ એપાર્ટમેન્ટમાંથી શંકાસ્પદ 3 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરેલ 3 વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવતા તેમની પાસે એમ.ડી ડ્રગ્સ હોવાનું ખુલવા પામ્યું હતું.જેને લઇને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
એક અઠવાડિયાથી બાતમી મળતા વોચ ગોઠવી હતી. જેમાં ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનું ખુલવા પામ્યું હતું અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તેઓની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ઝડપાયેલા બે આરોપીઓ પંજાબના અને એક આરોપી કચ્છનો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. જ્યારે એક આરોપી સામે રાજસ્થાનમાં અલગ અલગ 4 ગુના નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને 25 હજારનું ઇનામ પણ રાજસ્થાન સરકારે જાહેર કર્યું છે...હરેશ દૂધાત (સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા)
લોરેન્સ બીશ્નોઇ ગેંગના સાગરીત : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે આરોપીઓ પાસેથી 176 ગ્રામ જેટલું ડ્રગ્સ આ જપ્ત કર્યું છે. ત્યારે આરોપીઓની હિસ્ટ્રીને લઇને સઘન તપાસ કરવામાં આવતા આ ઝડપાયેલા ઈસમો લોરેન્સ બીશ્નોઇ ગેંગના સાગરીત હોવાનું પણ બહાર આવ્યું હતું. ત્યારે આ લોરેન્સ ગેગના સાગરીતોને ઝડપી પાડવા માટે રાજસ્થાન સરકારે પ્રત્યેક સાગરીતને ઝડપી લેવા 25 હજારનું માથાદીઠ ઇનામ પણ જાહેર કરેલું જાણવા મળ્યું છે. આ મુદ્દે જિલ્લા પોલીસ ને સફળતા મોટી સફળતા મળી છે.
17.81 લાખની કિમતનું ડ્રગ્સ જપ્ત : હાલ સુરેન્દ્રનગર ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોરેન્સ બીશ્નોઈ ગેગના 3 શખ્સોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આરોપીઓ જિલ્લામાં ડ્રગ્સનો કારોબાર ચલાવતા હોવાની પોલીસે પણ શંકા વ્યક્ત કરી છે. હાલ 17.81 લાખની કિમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ માગવાની તજવીજ જિલ્લા પોલીસે હાથ ધરી છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોરેન્સ બીશ્નોઈ ગેગના સાગરીતોના નામ અક્ષય ડેલુ રહેવાસી પંજાબ, વિષ્ણુરામ કોકડ રહેવાસી પંજાબ અને વિક્રમસિહ જાડેજા ભુજનો રહેવાસી હોવાનું જાણવા મળે છે.
- Ahmedabad Crime News : અમદાવાદ માંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું, 57 વર્ષીય આધેડની SOGએ કરી ધરપકડ
- Lawrence Bishnoi: કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, આગામી સમયમાં ડ્રગ્સ કાંડમાં થઈ શકે છે મોટા ખુલાસા
- Vadodara crime news: ડ્રગ્સ ફેકટરી કેસમાં આરોપીઓની કરોડોની મિલકત કરાઈ સીઝ