સુરેન્દ્રનગર: લીંબડી પાસેના સૌકા ગામે જુગાર ધામ પર પાડેલા દરોડામાં પોલીસની મીઠી કૃપા હોવાના આક્ષેપો થયા છે. જુગારધામ ચલાવનાર વ્યક્તિ નવદીપસિંહ ઝાલાએ આક્ષેપ કર્યા છે કે, પીએસઆઇ અને કોન્સ્ટેબલ ખોટી રીતે પૈસા લેતા હતા. રૂપિયા બાર લાખનો હપ્તો હતો અને વધારાના 20 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. જે પુરા ન પડતા દરોડા પાડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, આ કેસમાં ઊંડી તપાસ કરતા કેટલાક ખાખીધારીની મીઠી નજર હોવાથી કુલ સાત પોલીસ કર્મચારીને યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ઇન્ચાર્જ એસપી દ્વારા જણાવવામાં આવ્યું કે" અરજદાર ની અરજી અમોને આજ મળી છે ત્યારબાદ અમે તપાસના આદેશ આપવામાં આવ્યા છે".
જુગારધામ પકડાયું: સૌકા ગામે મોટા પ્રમાણમાં જુગાર ધામ સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. આ જુગારધામ ઉપર સુરેન્દ્રનગર એલસીબીને બાતમી આધારે અલગ અલગ ટીમો બનાવી સૌકા ગામે રેડ કરવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં જુગારધામ પકડાયું હતું. આ જુગારધામમાં 38 ગુરદી પાસા નો જુગાર રમતા શકુનીઓ ઝડપાયા હતા. જ્યારે શકુનીઓ પાસેથી 24 લાખ રૂપિયા રોકડા અને 28.77લાખ નો મુદ્દામાલ પણ ઝડપવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ. દ્વારા રેડ કરીને યોગ્ય કાર્યવાહી કરી જેમાં આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું. તેમજ કોણ ચલાવતું હતું તેમજ ક્યાંક ને ક્યાંક પોલીસની સંડોવણી છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી હતી.
સસ્પેન્ડ ઓર્ડર: સુરેન્દ્રનગર એલસીબી દ્વારા લીંબડી તાલુકાના સૌકા ગામમાં ગુ મોટા પ્રમાણમાં જુગાર ધામ પકડવામાં આવતા યોગ્ય તપાસ કરી 24 લાખ રૂપિયા રોકડા તેમજ 28.77 લાખનો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો હતો. સમગ્ર રિપોર્ટ જિલ્લા અધિક્ષક હરેશ દુધાતને સોપતા તેઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સાથે સાથે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ઉપર ક્યાંક ને ક્યાંક ફરજ દરમિયાન બેદરકારી હોય તેવા આશરે થી પોલીસ કર્મચારી તેમજ અધિકારીને સસ્પેન્ડ ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા.
કર્મચારીઓ સસ્પેન્ડ થવાની શક્યતા: ક્યાંક ને ક્યાંક તેઓની ફરજ દરમિયાન બેદરકારી તેમજ જુગાર ધામમાં સંડોવણી હોય એવી આશંકાના આધારે સસ્પેન્ડ ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. ઓર્ડર આપતા જ તેઓને આદેશ પણ આપવામાં આવ્યા હતા કે તેઓ હેડકોટર ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે જો તપાસમાં પણ ક્યાંક ને ક્યાંક અન્ય પોલીસ કર્મચારી તરીકે અધિકારી શંકાના દાયરામાં કે શક્યતાઓના આધારે સંડોવણી માલુમ થાય તો અન્ય પણ પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ સસ્પેન્ડ થવાની શક્યતા છે.