ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગર: દુધરેજ નગરપાલિકાના વોર્ડ-1માં પ્રાથમિક સુવિધાના અભાવે કોંગ્રેસે નગરપાલિકામાં તાળાબંધી કરી - Municipality

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધા મળતી નથી. જેથી સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે નગરપાલિકાના સતાધીશો, કર્મચારીઓ હાજર નહીં રહેતા ક્રોંગ્રેસ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી.

Surendranagar Dudhrej Municipality
સુરેન્દ્રનગર દુધરેજ

By

Published : Jun 21, 2020, 11:06 AM IST

Updated : Jun 23, 2020, 3:26 PM IST

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધા મળતી નથી. જેથી સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે નગરપાલિકાના સતાધીશો, કર્મચારીઓ હાજર નહીં રહેતા ક્રોંગ્રેસ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી.

દુધરેજ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. જેમાં અનેક રજૂઆત કરવા છતાં પણ સફાઇ કરવામાં આવતી નથી. ત્યારે શહેર કોંગ્રેસના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ હાજર ન રહેતા કોંગ્રેસ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. આ જાણ નગરપાલિકાના પ્રમુખને થતાં તેઓ નગરપાલિકાએ દોડી આવ્યા હતા. તેમજ તેઓની વાત સાંભળી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વોર્ડ 1 અને 6માં કોંગ્રેસની સીટ હોવાને કારણે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવે છે. તેમજ રોડ- રસ્તાની સફાઇ જેવી પ્રાથમિક સુવિધા મળતી નથી.

તેમજ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓના ખોટા નામ પણ દર્શાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરી નગરપાલિકા અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ વિપીન ટોળીયાએ પણ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી.

Last Updated : Jun 23, 2020, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details