ગુજરાત રાજ્ય વર્ષોથી પોતાની સંસ્કૃતિ અને સાહિત્ય તેમજ કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે અને ગુજરાતની પવિત્ર ભૂમિ પર સાહિત્યકારોએ જન્મ લઇ ગુજરાતને અમુલ્ય વારસો પ્રદાન કર્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કે. રાજેશ જેઓ આઇ.એ.એસ. અને બહારના રાજ્યના હોવા છતાં ગુજરાતી લોકસાહિત્યમાં રૂચી ધરાવે છે.
કિર્તીદાન ગઢવી સાથે સુરેન્દ્રનગરના કલેકટરે 'કસુંબીનો રંગ' ગીતની મજા માણી
સુરેન્દ્રનગર: સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પોતાની સંસ્કૃતિ અને સાહિત્ય ક્ષેત્રે વિશ્વભરમાં નામના ધરાવે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પણ પોતે બહારના રાજયના હોવા છતાં ગુજરાતી લોકગીત મનમુકીને કલાકાર સાથે ગાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
Surendranagar
આ અંગે પોતાનો અનુભવ પણ ટ્વિટરના માધ્યમથી સોશિયલ મીડીયામાં વર્ણવ્યો હતો. જયારે આ અંગે જિલ્લા કલેકટરનો સંપર્ક કરતા શરૂઆતથી ગુજરાત અને તેની સંસ્કૃતિના ચાહક હોવાનો જણાવ્યું હતું અને રાજય કોઇપણ હોઇ પરંતુ તેના લોકો અને તેની સંસ્કૃતિ તેમજ લોકસાહિત્ય સાથે મનમેળ રાખવાની અલગ જ મજા હોવાનો જણાવ્યું હતું.