ગુજરાત

gujarat

By

Published : Sep 25, 2019, 9:22 AM IST

ETV Bharat / state

દુધરેજ પાલિકામાં જનતા રેડ, કચરા પેટી બની શોભાના ગાઠીયા સમાન...

સુરેન્દ્રનગર: ગુજરાત સરકાર દ્વારા અઢી વર્ષ પહેલા સફાઇ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાને રૂ. 19 લાખની કચરા પેટીઓ ફાળવવામાં આવી હતી. જે સુરેન્દ્રનગરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે જનતાને વિતરણ કરવા માટે સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાને આપવામાં આવી હતી, પરંતુ આ કચરાપેટીઓ સુરેન્દ્રનગરની જનતાને ન મળતા સુરેન્દ્રનગર શહેર કોગ્રેસ સમિતિએ સુરેન્દ્રનગરવાસીઓને કચરા પેટીઓ ન આપતા અનોખી રીતે વિરોધ કર્યો હતો.

Etv Bharat

પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગરમાં અઢી વર્ષ પહેલા સફાઇ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાને રૂ. 19 લાખની કચરાપેટીઓ ફાળવવામાં આવી હતી, પરંતુ તે સામાન્ય જનતાને ન મળતા કોંગ્રેસ સમિતિના સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. જેમાં મંગળવારના રોજ સુરેન્દ્રનગર શહેર કોગ્રેસ સમિતિના સદસ્યો દૂધરેજ નગરપાલિકાએ ઢોલ નગરા વગાડીને કચરા પેટી મુદ્દે ઉગ્ર રજૂઆત માટે દોડી ગયા હતા. જેમાં સુરેન્દ્રનગર શહેર કોગ્રેસ સમિતિના સદસ્યોને યોગ્ય જવાબ ન મળતા રોષે ભરાઇને રૂ. 19 લાખની કચરા પેટીઓ રૂમમાં રાખી હોવાનું માલુમ પડતા રૂમના તાળા તોડી રેડ પાડી હતી, ત્યારબાદ કોગ્રેસ સમિતિના સદસ્યો દ્વારા નગરપાલિકામાં ગંદકી દેખાતા સદસ્યો દ્વારા સફાઇ પણ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં કચરા ટોપલી બની શોભાના ગાઠીયા સમાન...

આ કચરા પેટી કૌભાંડ મુદ્દે સુરેન્દ્રનગર શહેર કોગ્રેસ પ્રમુખ કમલેશભાઇએ જણાવ્યું હતુ કે, સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા લોકો પ્રાથમિક સુવિધાઓમાં શૂન્ય જોવા મળી રહી છે, ત્યારે કોગ્રેસ સમિતિના સદસ્યો દ્વારા રૂ. 19 લાખની કચરાપેટીઓ ગુજરાત સરકાર દ્વારા સફાઇ અભિયાન અંતર્ગત અઢી વર્ષ પહેલા આપવામાં આવી હતી. જે બાદથી આજદિન સુધી સુરેન્દ્રનગરવાસીઓને સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવી નથી. આથી સુરેન્દ્રનગર શહેર કોગ્રેસ સમિતિ દ્વારા દુધરેજ નગરપાલિકાની પોલ ખોલવા માટે રૂમના તાળા તોડી રેડ કરી હતી. આ રેડમાં સુરેન્દ્રનગર શહેર ક્રોગ્રેસ સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સદસ્યોઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details