ગુજરાત

gujarat

ETV Bharat / state

Surendranagar BJP Meeting: પ્રથમ દિવસે સી આર પાટીલે કાર્યકર્તાને આપ્યો મોટો ટાર્ગેટ - સી આર પાટીલે AAP કોંગ્રેસને આવરી લેવાનો આદેશ

ભાજપ પ્રદેશમાં પ્રથમ દિવસે સી આર પાટીલ અધ્યક્ષતામાં (BJP Gujarat President C R Patil) બેઠક યોજાઈ હતી. ધારાસભ્યો પ્રધાનો સંગઠનના હોદ્દેદારો સાથે પંડિત દિન દયાળ હોલ ખાતે બેઠક કરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીની વિધાનસભામાં 156 બેઠકથી બહુમતી સાથે જીત બદલ કાર્યકરો હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Surendranagar BJP Meeting: ભાજપ પ્રદેશમાં પ્રથમ દિવસે સી આર પાટીલ અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Surendranagar BJP Meeting: ભાજપ પ્રદેશમાં પ્રથમ દિવસે સી આર પાટીલ અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

By

Published : Jan 24, 2023, 10:10 AM IST

Surendranagar BJP Meeting: ભાજપ પ્રદેશમાં પ્રથમ દિવસે સી આર પાટીલ અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર:પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રથમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ,રત્નાકરજી ધારાસભ્યો સાથે પ્રેસિડેન્ટ હોટલ ખાતે બેઠક યોજી હતી. બેઠકમાં લોકસભાની ચૂંટણી તેમજ સંગઠનને મજબૂત બનાવવા ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો જ્વેલર્સને નવું પ્લેટફોર્મ પૂરું પાડવા યોજાયેલા એક્ઝિબિશનને જોવા પહોંચ્યાં કેન્દ્રિય પ્રધાન

બહુમતી સાથે જીત:જ્યારે કારોબારીની પ્રથમ સેશન પંડિત દિન દયાલ હોલ ખાતે યોજાયું તેમજ તમામ ધારાસભ્યો પ્રધાનો સંગઠનના હોદ્દેદારો સાથે પંડિત દિન દયાળ હોલ ખાતે બેઠક કરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીની વિધાનસભામાં 156 બેઠકથી બહુમતી સાથે જીત બદલ કાર્યકરો હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખોનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચે બેઠકો પર ભાજપનો વિજય થતા જિલ્લા પ્રમુખ શહીદ સંગઠનનો પણ આભાર વ્યક્ત કર્યો.

કારોબારી બેઠક શરૂ:સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપની પ્રદેશ કારોબારી બેઠક શરૂ થઈ ચૂકી છે. સોમવારે પ્રથમ દિવસે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકર્તાઓને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે વિસ્તારમાં મજબુત છે એ વિસ્તારમાં મત ઊભા કરવા માટે હાંકલ કરી છે. જોકે, બીજા દિવસે મંગળવારે સરકારના પ્રધાન ખાસ વ્યૂહરચનાઓ પર પ્રેઝન્ટેશન આપશે. જેની શરૂઆત ગૃહપ્રધાન હર્ષ સંઘવી કરશે. 72 પાલિકા, બે જિલ્લા અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી જીતવા માટે મંથન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો ગુજરાત ભાજપના પ્રમુખ અને પ્રભારી બન્ને બિનગુજરાતી છે, પરપ્રાંતિયોના મુદ્દે ગુજરાતની મજાક ન કરોઃ આમ આદમી પાર્ટી

પરિણામનું પુનરાવર્તન:આ બેઠકના પ્રથમ દિવસે પાટીલે જણાવ્યું હતું કે, તાલુકા અને લોકસભાની ચૂંટણીમાં ડિસેમ્બર 2022ની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખવાનું છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ એના ઉમેદવારને જેટલા મત નથી મળ્યા એટલા મત ભાજપના ઉમેદવારને મળેલા છે. ભાજપના ઉમેદવાર પાતળી સરસાઈથી જીતેલા છે. રાત્રી ભોજન કાર્યકર્તાઓના ઘરે કરવા માટે પ્રદેશ અધ્યક્ષ પાટીલ એમના ઘરે પહોંચ્યા હતા. ભાજપના આગેવાનોનું માન સન્માન વધે એ માટે ભાજપે નવો પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં એમના ઘરે ભોજન તથા રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મોટો ઉત્સાહ:સુરેન્દ્રનગરમાં આગમન થતુ હોવાને કારણે કાર્યકર્તાઓ તથા આગેવાનોમાં પણ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નેતાઓને ભાવતા ભોજન કરાવવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 700 જેટલા હોદ્દેદારોને મોટી જવાબદારી સોપાવમાં આવી રહી છે. બીજા દિવસે મંગળવારે આ માટે ખાસ વ્યૂહરચના અંગે ચર્ચા વિચારણા થાય એવી પૂરી શકયતાઓ સેવાઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોઈ મોટો પ્રયોગ કરવાની તૈયારીમાં હોય એવો ઘાટ જોવા મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details