સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ તિરંગા યાત્રા (Surendranagar AAP Tiranga Yatra) યોજી હતી. શહેરના મુખ્ય માર્ગો પર ભારતના તિરંગા અને ડીજેના તાલે આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. તેમાં AAPના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ અને ગુજરાત AAPના નેતા ઈસુદાન ગઢવી (Isudan Gadhavi Tiranga Yatra) જોડાયા હતા.
Surendranagar AAP Tiranga Yatra: પંજાબની જેમ હવે ગુજરાત પણ આ વખતે ચૂંટણીમાં AAPને તક આપશેઃ ઈસુદાન ગઢવી - સુરેન્દ્રનગર આપ તિરંગા યાત્રા
સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીએ તિરંગા યાત્રા (Surendranagar AAP Tiranga Yatra) યોજી હતી. તેમાં AAPના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ અને ગુજરાત AAPના નેતા ઈસુદાન ગઢવી જોડાયા હતા. પંજાબની જેમ આ વખતે ગુજરાતમાં પણ AAP તક આપશે તેવો પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પંજાબ જીત્યા પછી AAPએ યોજી યાત્રા -પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય (Aam Aadmi Party Victory in Punjab) થયા પછી પાર્ટીએ આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં AAP ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પંજાબની જેમ હવે ગુજરાત પણ આ વખતે ચૂંટણીમાં AAPને તક (Aam Aadmi Party Victory in Punjab) આપશે.
આ પણ વાંચોઃAAP Tiranga Yatra Gujarat : પંજાબમાં AAPની જીત થતા કામરેજમાં આમ આદમી પાર્ટીની વિજય ત્રિરંગા રેલી
તિરંગા યાત્રાનો હેતુ -યુવાનોમાં રાષ્ટ્રવાદ જાગે અને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય તે હેતુથી તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી તમારા નાણા તમારી પાછળ જ ખર્ચશે.