આ સંમેલનમાં ભાજપના રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંગઠનના લોકો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમા નાગરિકતા સંશોધન કાયદાના CAAના નવા કાયદાની સમજ આપવા ઘરે ઘરે જાગૃતિ અભિયાન ચલાવવાની પહેલ કરવાનું જણાવાયું હતું.
સુરેન્દ્રનગરમાં 'જનજાગૃતિ અભિયાન સંમેલન' સંદર્ભે પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું
સુરેન્દ્રનગરઃ શહેરમાં નગરપાલિકાના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે 50 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનું પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં 'જનજાગૃતિ અભિયાન સંમેલન' સંદર્ભે પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું
તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગામી દસ દિવસ દરમિયાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે સર્વે કરી પત્રિકા વિતરણ કરીને જન જાગૃતિ ફેલાવવા માટેની ટીપ્સ કાર્યકરોને આપવામાં આવી હતી.