સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળી બની છે ત્યારે જિલ્લામાં વ્યાજ ખોરોનો ત્રાસ પણ દિવસેને દિવસે વધતો જોવા મળે છે. જિલ્લામાં ઠેક ઠેકાણે ડાયારીઓના ધંધાઓ વ્યાજખોરો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે અને વ્યાજ ખોરોનો જિલ્લામાં રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે વ્યાજ ખોરો દ્વારા લોકોને ફસાવી વ્યાજે રૂપિયા આપીને મિલકત પચાવી પાડવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં થોડા સમય પહેલા કશ્યપ રાવલ નામના યુવાન સામે સુરેન્દ્રનગર બી ડિવિજન ખાતે અરજી કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ અરજીની પૂછપરછ માટે આ કશ્યપ રાવલ નામના યુવાનને ઉપાડવામાં આવ્યો હતો. ત્યારે આ યુવાન પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ કશ્યપ રાવલ નામના યુવાનનું કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. ત્યારે પરિવાર દ્વારા પોલીસ મારના કારણે મોત નિપજ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના પગલે યુવાનનો મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં સુધી પોલીસ વિરૂદ્ધ ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી પરિવારએ ડેડ બોડી સ્વીકારવાની ના પાડી હતી.
સુરેન્દ્રનગર કસ્ટોડિયલ ડેથ મામલે 4 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ - suspended
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથક છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યું છે. ત્યારે આગાવ સુરેન્દ્રનગર આંબેડકર નગરમાં રહતા યુવાનને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા યુવાને પોતાના ઘરમાં જેરી પીણું પી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ફરી પુછપરછ માટે લાવેલ યુવક કશ્યપ રાવલના પોલીસ કસ્ટડીમાં મોતનો મામલો સામે આવતા જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીર બતાવી PSI સહીત 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.
સ્પોટ ફોટો
સમગ્ર જિલ્લાના બ્રહ્મ સમાજ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરવા અને તાપસ કરવા રજુઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ આ બાબતે ખાતરી આપતા આ યુવાનના પરિવારે મૃતદેહ સ્વીકર્યો હતો અને જિલ્લા પોલીસ વડાએ આ બાબતે ગંભીરતા બતાવી PSI સહીત 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.