સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં ત્રીજા દિવસે લોકોની ભીડ ઉમટી - જવાહર ચાવડા
સુરેન્દ્રનગર: જિલ્લાના થાન તાલુકાના જગ વિખ્યાત તરણેતરના ભાતીગળ મેળાના ત્રીજે દિવસે રાજ્યના પ્રધાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. તેમજ ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
થાન તાલુકાના ત્રીનેતેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ્ઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. આ વર્ષે પણ જગવિખ્યાત તરણેતર મેળો 1 થી 4 સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. મેળાના ત્રીજા દિવસે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને ઈશ્વરસિંહ પટેલ સહિતનાઓ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ટુરિસ્ટ વિલેજની મુલાકાત, અભિવાદન સમારોહ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમજ પશુ હરીફાઈ, ગ્રામીણ ઓલિમ્પિક્સના વિજેતા લોકોને ઇનામ તથા ચેક અપર્ણ કરવામાં આવ્યા હતાં. આ તકે પ્રધાનોનું સરપંચ સહિતના આગેવાનો દ્વારા પાઘડી અને ભરત ભરેલ બંડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે સ્ટેજ પર પરંપરાગત રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા..