સુરસાગર ડેરીની ચૂંટણીમાં ભાજપનો ભગવો ફરક્યો - ભાજપ
સુરેન્દ્રનગર: જિલ્લાની દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત સુરસાગર ડેરીમાં પાંચ ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી. જે માટે મતદાન યોજાયું હતું. ડેરીની 13 ડીરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં આઠ સદસ્યો બિન હરીફ થયા હતા. જ્યારે પાંચ તાલુકાઓમાં પાંચ ડિરેક્ટરો માટે ચૂંટણીનો જંગ જામ્યો છે. તેમાં ધ્રાંગધ્રા, ચોટીલા, સાયલા,ચુડા,વઢવાણ, માટે 350 જેટલા મતદારો મતદાન કર્યું. જેમાં ૯૯.૭૬ ટકા મતદાન થયું હતું.ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
file photo
સુરેન્દ્રનગર જિલ્લા દુધ ઉત્પાદક સંઘની ચુંટણીમાં ૯૯.૭૬ ટકા જેટલું મતદાન થયું હતું ત્યારે સુરસાગર ડેરી ખાતે મતગણતરી હાથધરવામાં આવી હતી.