સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી આંખના, યુરોલોજિસ્ટ, રેડિયોલોજીસ્ટ, જેવા મહત્વના ડોક્ટરોની જગ્યાઓ ખાલી રહેતાં દર્દીઓને હાલાકી ઉભી થવા પામી છે. તેમજ સીટી સ્કેન અને સોનોગ્રાફી કરાવવા બહાર જવું પડતું હોવાથી દર્દીઓની મુશ્કેલી વધી છે.
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ, હોસ્પિટલ પરિસરમા લોકો ધરણા પર - GUJARAT
સુરેન્દ્રનગરઃ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી મહત્વની સુવિધાનો અભાવ છે. તબીબોની પણ જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે. ત્યારે અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા, સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા હોસ્પિટલ પરિસરમાં છાવણી નાખીને પ્રતિક ધરણા પર ઉતર્યા છે.
snr
આ બાબતે અવારનવાર રાજ્યના મુખ્યપ્રધાન અને જિલ્લા પ્રશાસનને રજૂઆત કરવા છતાં ડોક્ટરોની ખાલી જગ્યા ભરવામાં આવી નથી. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના લોકહીતમાં સીનીયર સીટીઝન ગ્રુપ દ્વારા હોસ્પિટલ પરિસરમાં છાવણી નાખીને પ્રતિક ધરણા પર બેસી, હોસ્પિટલમાં ખાલી પડેલ ડોક્ટરોની જગ્યા પૂરવાની માંગ કરી હતી.