ગુજરાત

gujarat

ETV Bharat / state

પાક વીમો ન ચૂકવાતા પાટડીના ખેડૂતો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી - Loksabha Election

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ખેડૂતોને આ વર્ષનો પાક વીમો ચૂકવવામાં ન આવતા ખેડૂતો રોષે ભરાયા હતા. 100 ટકા પાક વીમો ચૂકવવા બાબતે અધિક કલેક્ટરને રજૂવાત કરવામાં આવી હતી. આ બાબતે પાટડી તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી અધિક કલેકટર એમ. ડી. ઝાલાને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્ર

By

Published : Apr 6, 2019, 3:11 PM IST

આગેવાનોએ જણાવ્યું હતું કે, આ વર્ષે પાક નિષ્ફળ જતા સરકાર તરફથી જે પાક વીમો ચુકવવામાં આવ્યો છે, તે ખેડૂતોની મજાક સમાન હોવાનું જણાવ્યું હતું. ખેડૂતોને ઉપજની કોઈ આવક નથી અને બીજી તરફ બેંકવાળા ધિરાણ ભરવા માટે દબાણ કરી રહ્યા છે,પરંતુ ખેડૂતો પાસે રૂપિયા જ નથી તો ધિરાણ ક્યાંથી ભરે.

પાક વીમો ન ચૂકવાતા પાટડીના ખેડૂતો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી

આખરે જો ખેડૂતો જો ધિરાણ નહીં ભરી શકે તો, બેંકવાળા ખેડૂતોને નાદાર જાહેર કરી દે તેવી સ્થિતિ સર્જવાની શક્યતા છે. આથી સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી 2019ની લોકસભાની ચૂંટણીનો પાટડી તાલુકાના તમામ ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details