સુરેન્દ્રનગરઃ જિલ્લામાં લીંબડીની દિકરીનું સાસરૂ અમદાવાદના રાયપુરમાં આવેલું છે. જેનો સોમવારના રોજ સીમંત પ્રસંગ રાખવામાં આવ્યો હતો. પરંતુ લોકડાઉનના કારણે દિકરીના મમ્મી-પપ્પા પોતાની વ્હાલસોયી દિકરીના સીમંત પ્રસંગમાં હાજરી આપી શક્યા ન હતા. જેથી ઓનલાઇન વીડિયો કોલના માધ્યમથી પોતાની દિકરી-જમાઈને આશિર્વાદ આપ્યા હતા.
સુરેન્દ્રનગરના લીમડી ગામના માતા-પિતાએ વીડિયો કોલથી સીંમત વિધિમાં દિકરીને આપ્યા આર્શિવાદ - video call
અમદાવાદમાં રેહતી પોતાની દિકરીનું સીમંત હતું. પરંતુ હાલ સમગ્ર દેશમાં લોકડાઉન હોવાથી ઓનલાઈન વીડિયો કોલના માધ્યમથી પોતાની દિકરીના સીમંત પ્રસંગમાં માતા-પિતા દ્વારા વીડિયો કોલ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વ્હાલસોયી દિકરી અને જમાઈને આશીર્વાદ આપ્યા હતા.
સુરેન્દ્રનગરના લીમડી ગામેમાં વિડિયો કોલથી કરાઈ શ્રીમંત વિધિ
અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતા હિનાબેન યોગેશભાઈના ઘરે આ પ્રસંગ હતો, જો આ પ્રકારે પ્રસંગ ઉજવવામાં આવે તો કોરોના વાઈરસ ફેલાતો નથી. આ પ્રસંગ દ્વારા લોકોને એક સરસ મેસેજ સાથે સમય અને પૈસાની બચત પણ થાય છે તેવો મેસેજ આપ્યો હતો.