- લખતરના રાજમહેલમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા
- ત્રણ અજાણ્યા શખ્શો સિક્યુરિટી ગાર્ડને માર મારી નાસી છૂટ્યા
- પોલીસે CCTV ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલા રાજમહેલમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. આ તસ્કરોએ રાજમહેલના સિક્યુરિટી ગાર્ડને મારમારી ત્રણ અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રાજમહેલમાં ત્રીજી વખત ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
લખતરના રાજમહેલમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા બે વર્ષમાં ચોરીની ત્રીજી ઘટના
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલા રાજમહેલમાં છેલ્લા બે વર્ષમાં ત્રીજી વખત ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં રાજમહેલમાં શ્રીનાથજીની હવેલીમાં તસ્કરો ત્રાટક્યા હતા. મોડીરાત્રે ચોરી કરવાના ઈરાદે હવેલીમાં તસ્કરો પ્રવેશ્યા હતા. આ ઘટના રાજમહેલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રાજમહેલમાં પ્રવેશેલા તસ્કરોએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો અને તેને માર મારી નાસી છૂટ્યાં હતાં.
લખતરના રાજમહેલમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા પોલીસે હાથ ધરી તપાસ
બનાવની જાણ થતાં સિક્યુરિટી કંપનીના સંચાલકો તેમજ લખતર ઠાકોર સાહેબ સહિતના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. રાજમહેલના CCTV ફૂટેજ ચેક કરતાં તેમાં રાત્રે 11:41 વાગ્યાના સમયે અંદાજે બે જેટલાં તસ્કરો હવેલીમાં પ્રવેશ કરતાં જણાયા હતાં તેઓ રાત્રે 12:50 સુધી હવેલીમાં જ રહ્યાં હતાં અને તસ્કરો CCTV કેમેરા સાથે ચેડા કરતાં પણ નજરે પડ્યાં હતાં. ઘટના અંગે લખતર PSI એચ.એમ.રબારી સહિતના સ્ટાફે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.